મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ધામે ભક્તોએ કર્યું રામકથાનું શ્રવણ, દક્ષિણ ભારતીય સ્વાગતથી ભક્તો થયા આનંદિત જુઓ VIDEO

|

Jul 28, 2023 | 12:52 PM

મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ધામે (Mallikarjuna Jyotirlinga Dham) પહોંચવા માટે ભક્તો જ્યારે આંધ્રપ્રદેશના માર્કાપુર સ્ટેશને ટ્રેનમાંથી ઊતર્યા ત્યારે ઉત્સવ જેવો માહોલ વર્તાઈ રહ્યો હતો. અને દક્ષિણ ભારતીય સંગીતથી શ્રદ્ધાળુઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેને લીધે ભક્તો અત્યંત આનંદિત થઈ ઊઠ્યા હતા.

1008 શ્રદ્ધાળુઓ સાથે નીકળેલી મોરારીબાપુની સૌથી અનોખી 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રાનો ચોથો પડાવ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના સાનિધ્યે હતો. જેના માટે ભાવિકો ગુરુવારે આંધ્ર પ્રદેશ પહોંચ્યા હતા. આ સમયે પરંપરાગત શૈલીમાં શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ધામે પહોંચવા માટે ભક્તો જ્યારે આંધ્રપ્રદેશના માર્કાપુર સ્ટેશને ટ્રેનમાંથી ઊતર્યા ત્યારે ઉત્સવ જેવો માહોલ વર્તાઈ રહ્યો હતો. અને દક્ષિણ ભારતીય સંગીતથી શ્રદ્ધાળુઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેને લીધે ભક્તો અત્યંત આનંદિત થઈ ઊઠ્યા હતા.

માર્કાપૂર સ્ટેશનેથી ભક્તો મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ધામે પહોંચ્યા હતા. અહીં ભક્તોએ મલ્લિકાર્જુન સ્વામીના દર્શન કરીને કથા શ્રવણનો લાભ લીધો હતો. પ્રચલિત માન્યતા અનુસાર દેવાધિદેવ મહાદેવના હૃદયની સૌથી વધુ નજીક જો કોઈ હોય તો તે સ્વયં શ્રીરામ છે. ત્યારે શિવધામમાં રામનામનું સ્મરણ કરીને શ્રદ્ધાળુઓએ ધન્યતાની અનુભૂતિ કરી હતી. હવે 29 જુલાઈ, શનિવારે રામેશ્વરમ્ જ્યોતિર્લિંગ ધામે રામકથાનું આયોજન થશે.

Next Video