આ તો ન ભૂતો ન ભવિષ્યતિ યાત્રા ! જાણો 12 જ્યોતિર્લિંગ રામકથામાં જોડાયેલા ભક્તો કેમ થયા ભાવવિભોર ?

પ્રસિદ્ધ રામકથાકાર મોરારીબાપુ હાલ 12 જ્યોતિર્લિંગ ધામમાં રામકથા કરી રહ્યા છે ત્યારે, આજે ઝારખંડના વૈદ્યનાથ જ્યોતિર્લિંગના સાનિધ્યે ત્રીજા દિવસની કથાનું આયોજન થયું હતું. ઉલ્લેખનીય છે કે મોરારીબાપુની આ "12 જ્યોતિર્લિંગ રામકથા" એ ટ્રેનના માધ્યમથી થઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 4:35 PM

પ્રસિદ્ધ રામકથાકાર મોરારીબાપુ હાલ 12 જ્યોતિર્લિંગ ધામમાં રામકથા કરી રહ્યા છે ત્યારે, આજે ઝારખંડના વૈદ્યનાથ જ્યોતિર્લિંગના સાનિધ્યે ત્રીજા દિવસની કથાનું આયોજન થયું હતું. ઉલ્લેખનીય છે કે મોરારીબાપુની આ “12 જ્યોતિર્લિંગ રામકથા” એ ટ્રેનના માધ્યમથી થઈ રહી છે. ત્યારે કૈલાસ ભારત ગૌરવ ટ્રેન અને ચિત્રકૂટ ભારત ગૌરવ ટ્રેનના માધ્યમથી ભક્તો ઝારખંડ પહોંચ્યા હતા.

અહીં વૈદ્યનાથ જ્યોતિર્લિંગના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતાની અનુભૂતિ કરી હતી. સાથે જ ત્રીજા દિવસની રામકથાના શ્રવણનો લાભ મેળવી ભક્તો ભાવવિભોર બની ગયા હતા. એક તરફ ભક્તોને 12 જ્યોતિર્લિંગના દર્શનનો લાભ મળી રહ્યો છે, તો બીજી તરફ શિવજીના સાનિધ્યે શ્રીરામની મહિમાનું ગાન સાંભળીને ઘણાં ભાવિકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

યાત્રા મહિમા

ઘણાં ભાવિકો આ અદભુત યાત્રાને ન ભૂતો ન ભવિષ્યતિ યાત્રા ગણાવી રહ્યા છે. આ સંપૂર્ણ યાત્રાનો મહિમા જ એ છે કે આ સમગ્ર યાત્રા ટ્રેનના માધ્યમથી થઈ રહી છે. આ માટે કૈલાસ ભારત ગૌરવ અને ચિત્રકૂટ ભારત ગૌરવ નામની બે વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરાઈ છે.

આ ટ્રેનોને દ્વાદશ જ્યોતિર્લિંગ મંદિરો, સનાતન ધર્મના મુખ્ય મંદિરો, તિરુપતિ બાલાજી મંદિર અને મોરારીબાપુના ગામ તલગાજરડાના દૃશ્યોથી સજાવાઈ છે. આ ખાસ ટ્રેનમાં 1008 શ્રદ્ધાળુઓ યાત્રાનો લાભ લઈ રહ્યા છે. સમગ્ર યાત્રા 9 રાજ્યોમાંથી પસાર થવાની છે. જેમાં લગભગ 12,000 કીલોમીટરનું અંતર કાપી ભક્તો રામકથાનો આનંદ લઈ રહ્યા છે.

Follow Us:
10 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસથી રહેશે વંચિત, જાણો શું છે કારણ
10 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસથી રહેશે વંચિત, જાણો શું છે કારણ
હિંમતનગરમાં રખડતાં પશુઓનો આતંક, મોપેડ ચાલક મહિલાને અડફેટે લીધી, જુઓ
હિંમતનગરમાં રખડતાં પશુઓનો આતંક, મોપેડ ચાલક મહિલાને અડફેટે લીધી, જુઓ
વડાલીના મહોર નજીક પથ્થરની શિલા પર બેઠેલા દીપડાનો ડ્રોન વીડિયો, જુઓ
વડાલીના મહોર નજીક પથ્થરની શિલા પર બેઠેલા દીપડાનો ડ્રોન વીડિયો, જુઓ
આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી
આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી
રેલવેમાં નોકરીના બહાને મહિલાએ બે યુવાનોને ચૂનો ચોપડ્યો
રેલવેમાં નોકરીના બહાને મહિલાએ બે યુવાનોને ચૂનો ચોપડ્યો
ઉદ્યોગોએ ફાયર એનઓસી લેવાની જરૂર છે કે નહીં?
ઉદ્યોગોએ ફાયર એનઓસી લેવાની જરૂર છે કે નહીં?
બે વર્ષનું માસૂમ બાળક સાતમાં માળેથી નીચે પટકાતા મોત
બે વર્ષનું માસૂમ બાળક સાતમાં માળેથી નીચે પટકાતા મોત
માફિયાઓ સીઝ કરેલા વાહનો તંત્રના પરવાનગી વગર લઈ ગયા, વીડિયોમાં જુઓ ઘટના
માફિયાઓ સીઝ કરેલા વાહનો તંત્રના પરવાનગી વગર લઈ ગયા, વીડિયોમાં જુઓ ઘટના
ગુજસેલનાં તત્કાલિન કેપ્ટન અજય ચૌહાણ સામે ફરિયાદ
ગુજસેલનાં તત્કાલિન કેપ્ટન અજય ચૌહાણ સામે ફરિયાદ
શામળાજીના મેશ્વો જળાશયમાંથી નદીમાં પાણી છોડાયું, જુઓ
શામળાજીના મેશ્વો જળાશયમાંથી નદીમાં પાણી છોડાયું, જુઓ
g clip-path="url(#clip0_868_265)">