29 May 2026 રાશિફળ: બીમારીમાંથી મળશે મુક્તિ, મિત્રો અને જીવનસાથી સાથે ભવિષ્યની આર્થિક યોજનાઓ બનાવવાનો ઉત્તમ દિવસ

| Updated on: May 29, 2026 | 8:01 AM

શારીરિક અને માનસિક ઉર્જાથી ભરપૂર રહેશે આજનો દિવસ. બાળકો તરફથી રોમાંચક સમાચાર મળશે અને આધ્યાત્મિક કાર્યોમાં સમય વિતાવવાથી અદ્ભુત શાંતિનો અનુભવ થશે.

આજનું રાશિફળ વીડિયો: શું આજે ભાગ્ય તમારો સાથ આપશે? જાણો આજના દિવસની નાની-મોટી તમામ આગાહી. કોના પર વરસશે ધન અને કોને મળશે નોકરીમાં સારા સમાચાર? વ્યવસાયમાં નફો મેળવવાની ટિપ્સ અને સ્વાસ્થ્યની સાવચેતી સાથે જુઓ આજનું રાશિફળ. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ કેવો રહેશે, જાણો અહીં.

મેષ રાશિ: ઝવેરાત અને એન્ટિક વસ્તુઓમાં રોકાણ ફાયદાકારક રહેશે અને સમૃદ્ધિ લાવશે.

વૃષભ રાશિ: ઓફિસના મિત્રો સાથે બહાર ફરવા અથવા જમવા જવાનું આયોજન બની શકે છે. તમે કોઈની પણ મદદ વગર ધન કમાવવામાં સક્ષમ રહેશો.

મિથુન રાશિ: દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો. જે તમારા માટે ફાયદાકારક રહેશે અને આખો દિવસ તમારામાં ઉર્જાવાન જશે.

કર્ક રાશિ: આજે તમને તમારા ભાઈ અથવા બહેનની મદદથી ધન લાભ થવાની સંભાવના છે. થોડો સમય કાઢીને દાન-પુણ્ય કરવો.

સિંહ રાશિ: વેપારમાં આજે સારો એવો નફો થવાની સંભાવના છે. આજના દિવસે તમે તમારા બિઝનેસને નવી ઊંચાઈઓ આપી શકો છો.

કન્યા રાશિ: તમારી કાર્યક્ષમતા વધારવા માટે નવી તકનીકોનો સહારો લો. આજનો દિવસ મોજ-મસ્તી માટે ઉત્તમ છે.

તુલા રાશિ: તમારા જીવનસાથી સાથે મળીને આજે તમે ભવિષ્ય માટે કોઈ આર્થિક યોજના બનાવી શકો છો.

વૃશ્ચિક રાશિ: વ્યાપારીઓ માટે બીજા દેશોમાં વ્યવસાયિક સંપર્ક બનાવવા માટે આ શ્રેષ્ઠ સમય છે.

ધન રાશિ: આજે જો તમે તમારા મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા હોવ તો વિચારીને ધન ખર્ચ કરવું.

મકર રાશિ: જે લોકોએ કોઈ અજાણી વ્યક્તિની સલાહ પર ક્યાંક રોકાણ કર્યું હતું, તેમને આજે તે રોકાણથી ફાયદો થવાની પૂરેપૂરી સંભાવના છે.

કુંભ રાશિ: વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢીને પરિવાર સાથે કોઈ પ્રસંગમાં હાજરી આપો. સર્જનાત્મક કાર્યોમાં જોડાયેલા લોકો માટે સફળતાથી ભરેલો દિવસ છે,

મીન રાશિ: નવી યોજનાઓ આકર્ષક હશે અને સારી આવકનું સાધન સાબિત થશે. આજે લોકો તમારા એવા વખાણ કરશે.

નોંધ:અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Follow Us