Ramayan Katha: રામાયણની કથા તો તમે જાણતા જ હશો, પરંતુ શું તમે સીતા માતાની ચુડામણિની કથા જાણો છો? માતા સીતા પાસે એક એવી દિવ્ય ચૂડામણી હતી કે, જો તે લંકામાં સીતા માતા પાસે રહેત તો ભગવાન શ્રી રામ ક્યારેય પણ રાવણનો વધ કરી શક્યા ન હોત. તેથી જ સીતા માતાએ હનુમાનજીને આ દિવ્ય ચુડામણિ આપી હતી. સીતા માતા પાસે આ દિવ્ય ચુડામણિ કેવી રીતે આવી અને તેમાં એવી શું શક્તિ હતી તે કથા જાણીશું.
કથા અનુસાર સમુદ્ર મંથન સમયે ચૌદ રત્નો ઉપરાંત, બે દેવીઓ રત્નાકર નંદિની અને મહાલક્ષ્મી પ્રગટ થયા હતા. રત્નાકર નંદનીએ ભગવાન વિષ્ણુના દર્શન કરતાની સાથે જ પોતાનું તન અને મન સમર્પિત કરી ભગવાનને મળવા માટે ચાલતા થયા. રત્નાકર નંદિનીને માર્ગમાં તેના પિતા સાગર દેવે ભગવાન વિશ્વકર્મા દ્વારા નિર્મિત દિવ્ય રત્ન જડિત ચૂડામણિ ભેંટમાં આપી.
ભગવાન વિષ્ણુને ચૂડામણિની વાત ખબર પડી, ત્યારે તેમણે રત્નાકર નંદનીને કહ્યુ કે, હે દેવી હું તમારા મનની વાત જાણું છું, તેથી જ્યારે પણ હું ધર્મની સ્થાપના કરવા માટે પૃથ્વી પર અવતાર ધારણ કરીશ તે સમયે તમે પણ શક્તિ સ્વરૂપે મારી સાથે અવતાર ધારણ કરશો. હું વચન આપું છું કે, કળિયુગમાં કલ્કિ સ્વરૂપમાં હું તમને સંપૂર્ણ રીતે ગ્રહણ કરીશ. તેથી અત્યારે તમે ત્રિકૂટ પર્વત પર વૈષ્ણવી નામથી તપસ્યા કરો અને તમારા ભક્તોની મનોકામના પૂર્ણ કરો.
ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરી દેવી રત્નાકર નંદનીએ તેની દિવ્ય ચુડામણી ભગવાનને અર્પણ કરી અને ત્રિકૂટ પર્વત તરફ ગયા. આ સમયે દેવરાજ ઇન્દ્ર પણ ત્યાં હાજર હતા. ચુડામણિને જોઈ ઈન્દ્ર દેવનું મન લલચાયું. ભગવાન વિષ્ણુને આ વાતની ખબર પડી, ત્યારે તેમણે ઇન્દ્રદેવને આ ચુડામણી આપી. દેવરાજ ઇન્દ્રએ તે ચૂડામણિ ઇન્દ્રાણીને ભેંટમાં આપી.
થોડા સમય પછી, સંબાસુર નામનો એક અસુરે સ્વર્ગ પર હુમલો કર્યો. દેવતાઓ અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ થયું, જેમાં દેવતાઓ પરાજિત થયા. યુદ્ધમાં પરાજીત થયેલા બધા દેવતાઓ સંબાસુરના ડરથી છુપાઈ ગયા. થોડા દિવસ બાદ ઇન્દ્રદેવ અયોધ્યા પહોચ્યા અને રાજા દશરથ પાસે મદદ માંગી. ઇન્દ્રદેવની વિનંતી પર રાજા દશરથ તેની પત્ની કૈકેયી સાથે સંબાસુર સાથે યુદ્ધ કરવા સ્વર્ગમાં ગયા અને રાજા દશરથે સંબાસુરનો વધ કર્યો.
પુરાણોમાં જણાવ્યા મુજબ આ છે ખાસ કથા, તો આગળની કથા માટે ક્લીક કરો વિડિયો.
આ કથા પણ વાંચો : Bhakti : તમેને ખબર છે કે કેમ એક અંગ્રેજ અધિકારી મહાદેવનો ભક્ત બન્યો, તો જુઓ આ કથા