12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રા પહોંચી જગન્નાથપુરી,ભક્તો માટે આ યાત્રા અવિસ્મરણીય

|

Jul 26, 2023 | 7:21 PM

પ્રસિદ્ધ રામકથાકાર મોરારીબાપુ હાલ 12 જ્યોતિર્લિંગ ધામમાં રામકથા કરી રહ્યા છે ત્યારે, આજે ઝારખંડના વૈદ્યનાથ જ્યોતિર્લિંગના સાનિધ્યે ત્રીજા દિવસની કથાનું આયોજન થયું હતું. ઉલ્લેખનીય છે કે મોરારીબાપુની આ "12 જ્યોતિર્લિંગ રામકથા" એ ટ્રેનના માધ્યમથી થઈ રહી છે.

મોરારીબાપુની અનોખી જ “12 જ્યોતિર્લિંગ રામકથા” યાત્રા… એક પછી એક પડાવ પર આગળ વધી રહી છે. દ્વાદશ જ્યોતિર્લિંગ ધામે રામકથા માટે… 23 જુલાઈએ ઋષિકેશથી ઉપડેલી બે વિશેષ આધ્યાત્મિક ટ્રેન — એટલે કે, કૈલાસ ભારત ગૌરવ ટ્રેન… અને ચિત્રકૂટ ભારત ગૌરવ ટ્રેન… આજે ઓડિશાના જગન્નાથપુરી ધામે પહોંચી હતી.

અહીં રામકથાનું આયોજન નથી કરાયું. પણ, કળિયુગના મહાધામ મનાતા જગન્નાથપુરીમાં ભક્તો પ્રભુ જગન્નાથના આશીર્વાદ લેશે. અને પછી યાત્રા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ધામ માટે… આંધ્ર પ્રદેશ તરફ પ્રયાણ કરશે. ઉલ્લેખનીય છે કે મોરારીબાપુ પણ… આ ટ્રેનના માધ્યમથી જ ભક્તો સાથે યાત્રા કરી રહ્યા છે.

આ પણ વાંચો : આ તો ન ભૂતો ન ભવિષ્યતિ યાત્રા ! જાણો 12 જ્યોતિર્લિંગ રામકથામાં જોડાયેલા ભક્તો કેમ થયા ભાવવિભોર ?

“12 જ્યોતિર્લિંગ રામકથા” યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ… આજે જ્યારે જગન્નાથપુરી પહોંચ્યા… ત્યારે તેમના ચહેરા ઉપર અત્યંત પ્રસન્નતા વર્તાઈ રહી હતી. ભક્તોનું કહેવું છે કે સળંગ 18 દિવસની આ રેલયાત્રા થોડી કષ્ટદાયી જરૂર છે… પણ છતાં ઈષ્ટદાયી છે. અને એમાં પણ ગુરુ સાથે યાત્રાનો આનંદ મળી રહ્યો હોઈ…. આ યાત્રા… તેમના માટે અવિસ્મરણીય છે.

19 દિવસના આ સંપૂર્ણ કાર્યક્રમમાં 18 દિવસ ટ્રેન યાત્રાના માધ્યમથી જ ભક્તો વિવિધ જ્યોતિર્લિંગ ધામમાં પહોંચી રહ્યા છે. અને રામકથાનું શ્રવણ કરી રહ્યા છે. ત્યારે યાત્રીઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે… ટ્રેનને સંપૂર્ણ સુવિધાથી સજ્જ કરવામાં આવી છે. ટ્રેનમાં ખાસ રેસ્ટોરન્ટ ડિઝાઈન કરાઈ છે. જેમાં ભક્તો શુદ્ધ અને સાત્વિક ભોજનનો આનંદ લઈ રહ્યા છે.

Next Video