આયેશા આપઘાત કેસ : આરોપી પતિને 10 વર્ષની કેદની સજા, કોર્ટે વીડિયોને મહત્વનો પુરાવો ગણાવ્યો

|

Apr 28, 2022 | 3:33 PM

અમદાવાદ સેશન્સ કોર્ટે (Court) આરોપી આરીફને દોષિત જાહેર કરી 10 વર્ષ સજા ફટકારી છે. કોર્ટે આયેશાના અંતિમ વિડીયોને મહત્વનો પુરાવો ગણીને સજા ફટકારી છે. કોર્ટે નોંધ્યું કે સમાજમાં ઘરેલુ હિંસા ઘટાડવા આરોપીને બક્ષી શકાય નહીં.

Ahmedabad : આયેશા આપઘાત કેસમાં (Ayesha suicide case)આરોપી પતિને સજા ફટકારવામાં આવી છે. નામદાર સેસન્સ કોર્ટે (Court) આરોપી પતિને 10 વર્ષની (Husband) સજા ફટકારી છે. એક વર્ષ પહેલા ફેબ્રુઆરી મહિનામાં આયેશાએ આપઘાત કર્યો હતો. આયેશાએ પતિના ત્રાસથી કંટાળીને સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. કોર્ટે અંતિમ વીડિયોને મહત્વનો પુરાવો ગણાવ્યો હતો. આ કેસમાં ઘરેલુ હિંસાના આરોપીને છોડી ન શકાય તેવું કોર્ટે અવલોકન કર્યું હતું.

પતિના ત્રાસ વિશે પ્રેમના શબ્દો બોલી હસતાં મોઢે વીડિયોમાં પોતાનું દુઃખ છુપાવી આયેશાએ ગત વર્ષે 25 ફેબ્રુઆરી 2021ના દિવસે આ ફાની દુનિયા છોડી હતી. તેણે દુનિયા છોડતા પહેલા પતિને ફોન કર્યો હતો અને મરી જવાની વાત કરી હતી. તે બાદ તેણે એક વીડિયો બનાવી મોતને વ્હાલું કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો. જેના આધારે તેના પિતાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે ફરિયાદ કરી હતી.

અમદાવાદ સેશન્સ કોર્ટે આરોપી આરીફને દોષિત જાહેર કરી 10 વર્ષ સજા ફટકારી છે. કોર્ટે આયેશાના અંતિમ વિડીયોને મહત્વનો પુરાવો ગણીને સજા ફટકારી છે. કોર્ટે નોંધ્યું કે સમાજમાં ઘરેલુ હિંસા ઘટાડવા આરોપીને બક્ષી શકાય નહીં. આ ઉપરાંત આયેશાના મોબાઈલમાં રહેલા રેકોર્ડિંગ માટે આરોપીનો વોઇઝ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો જેના રિપોર્ટને મહત્વનો પુરાવો ગણ્યો હતો. મોત પહેલા આયેશાએ પતિ આરીફ સાથે 70 મિનિટ વાત કરી હતી, જેમાં પતિએ આયેશાને આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા આપી હોવાનું સાબિત થયું છે. સાથે દોષિત આરીફે આયેશાને મારમારતા તેનું ગર્ભપાત પણ થયું હતું તે મેડિકલ રિપોર્ટને પણ કોર્ટ સજાનું એલાન કરતા ધ્યાને લીધા હતા.

આ પણ વાંચો :CCIએ Amazon, Flipkart સેલર ઓફિસ પર પાડ્યા દરોડા

આ પણ વાંચો :Thandai : ગરમીથી રાહત મેળવવા પીવો ઠંડાઇ, સ્વાસ્થય માટે પણ છે ફાયદાકારક

Next Video