CR પાટીલ અને કેજરીવાલ વચ્ચે ટ્વિટર વૉર, કેજરીવાલ દેશની સુરક્ષા માટે ખતરારૂપઃ પાટીલ

|

May 01, 2022 | 9:26 PM

પાટીલે ટ્વીટ કરી લખ્યું છે કે "ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલિસ્તાનની માગણી કરવી એ બંધારણીય અધિકાર છે, એવું માનતા અરવિંદ કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે".

દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એક દિવસની ગુજરાત મુલાકાતે છે. કેજરીવાલની આ મુલાકાત પહેલા અને મુલાકાત દરમિયાન ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. એવું લાગી રહ્યું છે જાણે ભાજપ (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ટ્વિટર વૉર ચાલી રહ્યું છે. કેજરીવાલે ગુજરાતમાં વહેલી ચૂંટણી આવવાના લઈને પણ ટ્વીટ કર્યું હતું. ત્યારે પાટીલે ટ્વીટ કરી નિશાન તાક્યું છે. પાટીલે ટ્વીટ કરી લખ્યું છે કે “ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલિસ્તાનની માગણી કરવી એ બંધારણીય અધિકાર છે, એવું માનતા અરવિંદ કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે”. આપને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ હરમનપ્રિત સિંઘ બેદીને હિમાચલ પ્રદેશના સોશિયલ મીડિયાના પ્રેસિડેન્ટ બનાવ્યા છે.. એવા દાવો કરવામાં આવ્યો છે કે હરમનપ્રિત સિંઘ બેદી ખાલિસ્તાન સમર્થક છે. જો કે કેજરીવાલે પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુક્તિને પ્રાંતવાદ સાથે જોડી ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો.

તો આ તરફ ભાજપે આપ પર પલટવાર કર્યો. ભાજપે આક્ષેપ કર્યો કે સી.આર. પાટીલની (CR Patil) લોકપ્રિયતાથી આપ ડરે છે એટલે મન ફાવે તેવા આક્ષેપ કરે છે.

આ પણ વાંચો :GST Collections: એપ્રિલમાં જીએસટી કલેક્શને તોડ્યા તમામ રેકોર્ડ, સરકારની તિજોરીમાં આવ્યા 1.68 લાખ કરોડ રૂપિયા

આ પણ વાંચો :Mumbai Local Train: એસી લોકલ બાદ હવે ફર્સ્ટ ક્લાસ ટિકિટના ભાડામાં પણ ઘટાડો, હવે ટીકિટ માટે ચુકવવા પડશે આટલા રૂપિયા

Next Video