Armano Ki Chitthi: કામવાળા બહેનનો નાણા પ્રધાનને પત્ર, વાંચો નિર્મલા સીતારમણ પાસે કેવી છે અપેક્ષા

|

Jan 30, 2023 | 7:32 PM

Budget 2023 : કરદાતાઓ, ખાસ કરીને વ્યક્તિઓ/પગારદાર વર્ગને આવકવેરાના મોરચે બજેટ 2023માં થોડી ખુશી મળવાની અપેક્ષા છે. કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ તેમનું છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જેના કારણે નોકરી વ્યવસાયથી લઈને શિક્ષણથી લઇને ખેડૂત સુધીની લોકોની ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે.

Budget 2023 : કરદાતાઓ, ખાસ કરીને વ્યક્તિઓ/પગારદાર વર્ગને આવકવેરાને લઇને બજેટ 2023માં થોડી ખુશી મળવાની અપેક્ષા છે. કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જેના કારણે નોકરી વ્યવસાયથી લઈને બાળકોના શિક્ષણ સુધીની લોકોની ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે. બજેટને લઈને દેશભરના લોકો નાણામંત્રીને પત્ર લખી રહ્યા છે. જેમા ઘરના કામ કરતા તમેણે નાણાપ્રધાનને પત્ર લખ્યો છે, આવો જાણીએ અરમાનો કી ચિઠ્ઠીમાં તેમણે નાણા પ્રધાનને શુ કહ્યું.

તે લખે છે કે ”મૈડમ જી, નમસ્તે.. મારું નામ સીમા છે. હું લોકોનાં ઘરે કચરાં-પોતા કરું છું. અભણ છું…, એટલે જે દીદીના ઘરે કામ કરવા આવું છું, તેમની પાસે આ કાગળ લખાવી રહી છું. દીદીને મારા તમામ દુઃખોની ખબર છે…. કારણ કે, રોજ તેમને જ તો દુઃખડા સંભળાવું છું. દીદી સ્કૂલમાં ટીચર છે. તે ટીવી પર સમાચાર જોતા રહે છે. તેમણે જ મને કીધું કે, તમે સરકાર છો. આ દેશ તમે જ ચલાવો છો. તમે લોકો પાસેથી સૂચનો મંગાવી રહ્યાં છો. એટલે મને થયું કે, હું પણ સૂચનો મોકલું. આ કાગળમાં મારી આશાઓ પણ છુપાયેલી છે.

આ પણ વાંચો : Armano Ki Chitthi: પ્રમાણિક ટેક્સ પેયરનો નાણા પ્રધાનને પત્ર, વાંચો નિર્મલા સીતારમણ પાસે કેવી છે અપેક્ષા

મૈડમ જી, મારા જેવા ઘરકામ કરનારા લોકોને બહુ ઓછું મહેનતાણું મળે છે. અમારે કેટલા પૈસા લેવા, તે નક્કી કરવાનો પણ અમને અધિકાર નથી. મારા જેવી કામવાળી બહેનો માટે આ દેશમાં કોઈ કાયદો નથી. જેમનું જેટલું મન હોય, તેટલા પૈસા આપે છે. અમારે આખોયે મહિનો કામ કરવું પડે છે. એકેય રજા તો હોતી નથી. રજા આપવા તો કોઈ રાજી હોતું નથી.
ક્યારેક બીમાર થઈએ અને રજા રાખીએ, તોપણ પગાર કપાઈને મળે છે.

મૈડમ જી, મારે ત્રણ બાળક છે. બે છોકરાંને અમારી ઝૂંપડપટ્ટીની સસ્તી સ્કૂલમાં મૂક્યા હતા. લોકડાઉન લાગ્યું ત્યારે ભણતર ઓનલાઈન થઈ ગયું… મારી પાસે ક્યાંથી સ્માર્ટફોન હોય, કે ઈન્ટરનેટ હોય.? એટલે ભણવાનું છૂટી ગયું.. અને એ સસ્તી સ્કૂલને પણ તાળાં વાગી ગયા. નાછૂટકે ખાનગી સ્કૂલમાં મૂક્યા છે…. પણ તેની ફી ભરવાની મારી તાકાત નથી.

હું રાતે 10-10 વાગ્યા સુધી સોસાયટીમાં કામ કરું છું. તેનાથી માત્ર એક છોકરાનો ખર્ચો નીકળે છે. મારી આસપાસ એકેય સરકારી સ્કૂલ જ નથી.. નહીંતર ખાનગીમાં શા માટે મૂકું…? અમે તો ઝૂંપડપટ્ટીમાં રહીએ છીએ. પૈસા ખવડાવીએ એટલે વીજળી મળી રહે છે. પણ દર છ-આઠ મહિને ઝૂંપડપટ્ટી બદલવી પડે છે.

પાડોશી કહેતા હતા કે, તમે સરકારવાળા ગરીબો માટે ઘર બનાવો છો. મેં પણ એક ભાઈ પાસે ફોરમ ભરાવ્યું હતું… એ ભાઈ પૈસા પણ લઈ ગયો’તો… પણ મને ઘર ના મળ્યું અને ઓછામાં પૂરું જે બચત હતી.. તે પણ છીનવાઈ ગઈ.મારી ટીચર દીદી કહેતી હતી કે, ગરીબો માટે મકાનો બન્યાં છે…, પણ તે શહેરથી ઘણા દૂર બન્યાં છે…

મૈડમ જી…, કામ શહેરમાં મળે છે અને રહેવાનું શહેરથી દૂર… તમે જ કહો, બે છેડા ક્યાંથી ભેગા થાય..? મૈડમ, અમારા જેવા ગરીબો માટે ઘર બનાવતી વખતે…, શું સરકાર આટલો વિચાર નહીં કરતી હોય..? સાંભળ્યું છે કે, ગરીબોને મફતમાં રાશન મળે છે.. પણ અમને તો રાશન કાર્ડ જ નથી મળ્યું.. એક સાહેબને પૈસા પણ ખવડાવ્યા હતા..છતાં રાશન કાર્ડ મળ્યું નથી.

મારો ધણી, મિસ્ત્રીકામ કરે છે. અમે બંને જણા કમાઈએ છીએ…, ત્યારે માંડ-માંડ આ શહેરમાં રહી શકીએ છીએ..
શહેરની મોંઘવારી બહુ આકરી છે. ગામડે પણ પૈસા મોકલી શકાતા નથી. મૈડમ જી… અમારા જેવા ગરીબો માટે તમે જેટલી યોજનાઓ શરૂ કરો છો…., તેની તો અમને જાણકારી જ હોતી નથી. અમારે કોઈ પણ કામ કરાવવું હોય તો, પૈસા ખવડાવવા પડે છે. પૈસા ના ખવડાવીએ તો કોઈ અમારું સાંભળતું જ નથી. સરકાર તરફથી અમને કોઈ મદદ મળતી નથી. ટીચર દીદી કહેતા હતા કે, તમે બહુ તાકાતવાળા છો. જે ઈચ્છો તે કરી શકો છો. મૈડમ…, તમારા ઘરે પણ મારા જેવી કોઈ સીમા કામ કરતી જ હશે ને..! તેને જ પૂછી લેજો ને…, મારો કાગળ વાંચવાની પણ જરૂર નહીં પડે.”

દેશભરમાં આવા અનેક કર્મચારીઓ છે જે બજેટમાં વિશેષ લાભ મળે તેવી અપેક્ષા રાખે છે. ત્યારે મહત્વની વાત એ છે કે 1 ફેબ્રુઆરીએ રજુ થવાના બજેટમાં ખેડૂતો માટે કેટલા લાભ છે, કેટલી નવી સ્કિમ છે.

Published On - 5:28 pm, Wed, 18 January 23

Next Video