બોટાદ: ST પાન પાર્લરમાંથી પકડાયેલ સિરપના રિપોર્ટમાં મળ્યો આલ્કોહોલ, 2 સામે ગુનો દાખલ

|

Dec 04, 2023 | 2:04 PM

બોટાદ એસ.ટી ડેપોમાં આવેલી ન્યુ માધવ પાન પાર્લરમાંથી કુલ 4172 રૂપિયાની કિંમતની 28 બોટલ સિરપ જપ્ત કરી હતી. પોલીસે દુકાનના માલિક અને સિરપ આપનારા વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. 15 જુલાઈ 2023ના રોજ 28 બોટલ સિરપ જપ્ત કરી હતી. પોલીસે દુકાનના માલિક અને અન્ય એક શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો

બોટાદ પોલીસે એસ.ટી ડેપોમાં આવેલા પાન પાર્લરની દુકાનોમાંથી 28 બોટલ સિરપ જપ્ત કરી હતી, જેના સેમ્પલ પોલીસે એફએસએલમાં મોકલ્યા હતા. પોલીસે બોટાદ એસ.ટી ડેપોમાં આવેલી ન્યુ માધવ પાન પાર્લરમાંથી કુલ 4172 રૂપિયાની કિંમતની 28 બોટલ સિરપ જપ્ત કરી હતી. પોલીસે દુકાનના માલિક અને સિરપ આપનારા વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. 15 જુલાઈ 2023ના રોજ 28 બોટલ સિરપ જપ્ત કરી હતી.

મહત્વનું છે કે, પોલીસ દ્વારા તપાસમાં મોકલવામાં આવેલી સિરપના સેમ્પલમાં આલ્કોહોલ રિપોર્ટમાં સામે આવતા પોલીસે દુકાનના માલિક અને અન્ય એક શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. દુકાનના માલિક ગૌતમભાઈ ખાદળા અને સિરપ આપનારા રાજુભાઈ મકવાણા વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. જો કે હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: બોટાદના કપલીધાર પાસે ગમખ્વાર અકસ્માત, રોડ પર ઉભેલા યુવકોને કારે માર ટક્કર

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: Brijesh Sakariya)

Next Video