Adani vs Hindenburg : હિંડનબર્ગને જડબાતોડ જવાબ આપશે ગૌતમ અદાણી, જાણીતી અમેરિકન લો ફર્મ વૉચટેલને હાયર કરી

| Edited By: | Updated on: Feb 11, 2023 | 10:36 AM

Adani vs Hindenburg : અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે તે હિંડનબર્ગ રિસર્ચ સામે શેરબજારમાં હેરાફેરી અને એકાઉન્ટિંગ છેતરપિંડીના આરોપો માટે કાનૂની કાર્યવાહી કરવાનું વિચારી રહ્યું છે, જેના કારણે રોકાણકારોએ તેમના શેર ડમ્પ કર્યા છે. હિંડનબર્ગ રિસર્ચએ ખંડન કરતાં કહ્યું કે તે અદાણી જૂથ દ્વારા કાનૂની કાર્યવાહીને આવકારશે. 

Adani vs Hindenburg : દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હિંડનબર્ગને જડબાતોડ જવાબ આપવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે તેઓ સંપૂર્ણ તૈયારી સાથે આગળ આવવાનું આયોજન કરી રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ગૌતમ અદાણીની કંપનીએ અમેરિકાની સૌથી મોટી લો ફર્મ્સ વૉચટેલ, લિપ્ટન, રોસેન એન્ડ કેટ્ઝ પૈકીની એકને હાયર કરી છે. યુએસ સ્થિત શોર્ટ-સેલર ફર્મ હિંડનબર્ગના અહેવાલને પગલે અદાણી ગ્રૂપ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. હિંડનબર્ગે તેના અહેવાલમાં અદાણી જૂથ પર કોર્પોરેટ છેતરપિંડીનો આરોપ મૂક્યો છે. સમાચાર પ્રકાશિત કરનાર મીડિયા દ્વારા આ અહેવાલની પુષ્ટિ કરવામાં આવી નથી.

રિપોર્ટના કારણે અદાણીને મોટું નુકસાન થયું છે

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ વિશ્વના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીનું કોર્પોરેટ સામ્રાજ્ય ખરાબ રીતે ગૂંચવાયું છે. અદાણી ટોટલ ગેસ, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પોર્ટ એન્ડ SEZ સહિત અદાણી ગ્રુપની 10 કંપનીઓના કુલ માર્કેટ કેપમાં 117 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. આ કારણે ગૌતમ અદાણીને લોન માટે પોતાના શેર ગીરવે રાખવાની ફરજ પડી હતી. હિન્ડેનબર્ગ રિસર્ચનો આરોપ છે કે ટેક્સ હેવન્સમાં અદાણી પરિવાર દ્વારા નિયંત્રિત ઓફશોર શેલ કંપનીઓનો ઉપયોગ મની લોન્ડરિંગ અને કરચોરી માટે કરવામાં આવ્યો હતો.

કાનૂની કાર્યવાહીની ચીમકી

અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે તે હિંડનબર્ગ રિસર્ચ સામે શેરબજારમાં હેરાફેરી અને એકાઉન્ટિંગ છેતરપિંડીના આરોપો માટે કાનૂની કાર્યવાહી કરવાનું વિચારી રહ્યું છે, જેના કારણે રોકાણકારોએ તેમના શેર ડમ્પ કર્યા છે. હિંડનબર્ગ રિસર્ચએ ખંડન કરતાં કહ્યું કે તે અદાણી જૂથ દ્વારા કાનૂની કાર્યવાહીને આવકારશે.