સુરેન્દ્રનગરમાં TV9ના અહેવાલની અસર, બે વર્ષ બાદ ગરીબોને કીટ મળતા થઈ ખુશી, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Oct 29, 2023 | 8:47 AM

રાજ્ય સરકારે BPL લાભાર્થીઓને આપવાની કીટો લખતરની મોડલ સ્કૂલમાં ધૂળ ખાતી હાલતમાં મુકી દીધી હતી. જો કે લાભાર્થીઓએ અરજીના બે વર્ષ બાદ કીટ મળતા ખુશી વ્યક્ત કરી હતી. TV9નો આભાર માન્યો હતો. સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા

સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં ગરીબોના ધંધાની કીટો ધૂળ ખાતી પડી હોવાના TV9ના અહેવાલની અસર થઈ છે. આ અંગેનો અહેવાલ પ્રસારિત થતા જ સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા અને 39થી વધુ લાભાર્થીઓને તાત્કાલિક બોલાવીને સહાય કીટનું વિતરણ કર્યું હતું.

રાજ્ય સરકારે BPL લાભાર્થીઓને આપવાની કીટો લખતરની મોડલ સ્કૂલમાં ધૂળ ખાતી હાલતમાં મુકી દીધી હતી. જો કે લાભાર્થીઓએ અરજીના બે વર્ષ બાદ કીટ મળતા ખુશી વ્યક્ત કરી હતી અને TV9નો આભાર માન્યો હતો. જો કે સરકારી તંત્ર દ્વારા વારંવાર આ પ્રકારની પ્રવૃતિ કરવામાં આવે છે અને ગરીબ લોકોને મળતી કીટો તેમના સુધી પહોચાડવામાં આવતી નથી.

આ પણ વાંચો: Surendranagar News: ગામોના તળાવ અને ડેમો ભરાશે, 35 ગામમાં મુકાશે સૌની યોજનાના વાલ્વ

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: SAJID BELIM)