Surendranagar News: દશાડા પાટડી હાઈવે પર ટ્રેલર અડફેટે લેતા યુવકનું મોત, જુઓ Video

| Edited By: | Updated on: Oct 21, 2023 | 12:19 PM

સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા પાટડી હાઈવે પર અકસ્માતની ઘટના બની છે, દશાડા પાટડી હાઈવે પર ટ્રેલરે બાઈક ચાલકને અડફેટે લીધો હતો, જોકે બાઈક પર બે યુવકો સવાર હતા. આ અકસ્માતમાં બાઈકમાં સવાર બન્ને યુવકમાંથી એક યુવકનું મોત થયું હતું. જો કે અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખેસડવામાં આવ્યો છે. જ્યારે મૃતક યુવાનના મૃતદેહને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

Surendranagar News:  સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા પાટડી હાઈવે પર અકસ્માતની ઘટના બની છે, દશાડા પાટડી હાઈવે પર ટ્રેલરે બાઈક ચાલકને અડફેટે લીધો હતો, જોકે બાઈક પર બે યુવકો સવાર હતા. આ અકસ્માતમાં બાઈકમાં સવાર બન્ને યુવકમાંથી એક યુવકનું મોત થયું હતું, જ્યારે બીજો યુવક ઈજાગ્રસ્ત થયો હતો. જો કે અકસ્માત થતા રોડ પર ટ્રાફિક જામ થયો હતો.

આ પણ વાંચો: Surendranagar News: CM ભુપેન્દ્ર પટેલે લીધી સુરેન્દ્રનગરની મુલાકાત, CU શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સંસ્થાના અભિગમને બિરદાવ્યો

ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોચી અકસ્માત થવા પાછળનું કારણ અને ટ્રેલર ચાલક કોણ હતો અને કોનું ટ્રેલર છે તે બાબતે તપાસ હાથ ઘરી છે. જો કે અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખેસડવામાં આવ્યો છે. જ્યારે મૃતક યુવાનના મૃતદેહને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: SAJID BELIM)