Video: મહીસાગરના કડાણા ડેમમાંથી છોડાયું 1,33,248 ક્યુસેક પાણી, 128 ગામોને કરાયા એલર્ટ

|

Sep 03, 2024 | 9:22 PM

મહીસાગરના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં, કડાણા ડેમના કુલ 10 ગેટ ખોલી 1,33,248 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. જેના પગલે, નીચાણવાળા વિસ્તારના 128 ગામોને એલર્ટ કરાયા છે. ઉપરવાસમાં અનાસ નદીમાંથી 137000 ક્યુસેક જ્યારે મહી બજાજમાંથી 22715 ક્યુસેક મળી કુલ 1,54,549 ક્યુસેક પાણીની આવકના પગલે ડેમની જળસપાટી 417.4 ફૂટે પહોંચી છે.

મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમ એ ગુજરાત રાજ્યનો જીવાદોરી સમાન ત્રીજા સૌથી મોટો ડેમ છે. કડાણા ડેમમાં ઉપરવાસમાંથી ભારેથી અતિભારે વરસાદના પગલે ભારે પાણીની આવક નોંધાઇ છે. જેના પગલે ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. ઉપરવાસમાં અનાસ નદીમાંથી 137000 ક્યુસેક જ્યારે મહી બજાજમાંથી 22715 ક્યુસેક મળી કુલ 1,54,549 ક્યુસેક પાણીની આવકના પગલે ડેમની જળસપાટી 417.4 ફૂટે પહોંચી છે. જ્યારે ભયજનક સપાટી 419 ફૂટ કરતા માત્ર 1.8 ફૂટ જ ખાલી છે. ત્યારે પાણી છોડવામાં આવ્યું છે.

ડેમમાં પાણીની માત્રા વધી જતા ડેમમાંથી 1,33,248 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે, જે ડેમના 10 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે નીચાણવાળા વિસ્તારના 128 ગામોને એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Health Tips: ચહેરાની ચમક સહિત અનેક રોગમાં ફાયદાકારક છે નાભિમાં તેલ લગાવવું, જાણો નાભિમાં તેલ લગાવવાના ફાયદા

Next Video