Zomato એ ટ્વિટર બ્લુ ટિક માટે કર્યા ભાવ-તાલ, કહ્યુ કાંઇક વ્યાજબી કરી આપશો ?

|

Nov 04, 2022 | 6:30 PM

કેટલાક યુઝર્સે ઝોમેટોની ફિરકી લીધી છે, લોકો કહી રહ્યા છે કે જો ઝોમેટો આમ તળીયે બેસી જશે તો બ્લુ ટિકની કિંમત વધુ વધીને $11 થઈ જશે.

Zomato એ ટ્વિટર બ્લુ ટિક માટે કર્યા ભાવ-તાલ, કહ્યુ કાંઇક વ્યાજબી કરી આપશો ?
Zomato ,Elon Musk

Follow us on

ટેસ્લા કંપનીના સીઈઓ અને ટ્વિટરના નવા માલિક એલોન મસ્કે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે બ્લુ ટીક રાખવા માટે પૈસા ચૂકવવા પડશે. તમને ખબર જ હશે કે એલોન મસ્કે બ્લુ ટિક માટે દર મહિને $8 (લગભગ રૂ. 661) વસૂલવાનું નક્કી કર્યું છે, પરંતુ શું તમે જાણો છો કે ફૂડ ડિલિવરી કંપની Zomatoએ એલોન મસ્કને ટ્વીટ કરીને બ્લૂ ટિકની ફી પર ડિસ્કાઉન્ટ માગ્યુ છે, ચાલો તમને જણાવીએ કે કેટલાક યુઝર્સે એલોન મસ્કની બ્લુ ટિક પર પૈસા વસૂલવાની વાતનો વિરોધ કર્યો, જ્યારે કેટલાક યુઝર્સ ટ્વિટરના નવા બોસને ફી ઘટાડવા માટે કહી રહ્યા છે.

Zomatoનું ટ્વિટ

ફૂડ ડિલિવરી બનાવતી કંપની Zomato એ પણ Elon Musk સાથે વાટાઘાટ કરવાનો પ્રયાસ કર્યો છે, તમને જણાવી દઈએ કે Zomatoએ તેના ઓફિશિયલ એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘ઓકે એલન, $8 પર 60 ટકા ડિસ્કાઉન્ટ ($5 સુધીનું ડિસ્કાઉન્ટ) તે કેવું રહેશે? જો એલોન મસ્ક આ માંગણી સ્વીકારે છે, તો આવી સ્થિતિમાં, યુઝર્સને બ્લુ ટિક માટે દર મહિને માત્ર 3 ડોલર ચૂકવવા પડશે. 3 ડૉલરના હિસાબે મહિનાનો ખર્ચ લગભગ 247 રૂપિયા થશે.

બ્લુ ટિક પ્રાઈસની નેગોશિયેશનને લઈને Zomato દ્વારા કરવામાં આવેલ આ ટ્વીટને યુઝર્સ તરફથી ઘણી પ્રતિક્રિયા મળી છે. તમને જણાવી દઈએ કે કેટલાક યુઝર્સે તો એમ પણ લખ્યું છે કે આ બિલકુલ એવી જ પ્રકારની ડિલ છે જે રીતે મહિલાઓ માર્કેટમાં ભાવતાલ કરે છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

અગાઉ બ્લુ ટિક માટે $20 (રૂ. 1600 પ્રતિ માસ) હોવાના અહેવાલો આવ્યા હતા, ત્યારબાદ લેખક સ્ટીફન કિંગના ટ્વીટની અસર થઈ હતી કે ઈલોન મસ્કે $8ની ફીની વાત કરી હતી. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝોમેટોએ પણ આ આશા સાથે ટ્વિટ કર્યું છે કે એલોન મસ્કનું સબસ્ક્રિપ્શન કાપવું જોઈએ.

કેટલાક યુઝર્સે ઝોમેટોની ફિરકી લીધી છે, લોકો કહી રહ્યા છે કે જો ઝોમેટો આમ તળીયે બેસી જશે તો બ્લુ ટિકની કિંમત વધુ વધીને $11 થઈ જશે. ડિસ્કાઉન્ટ મળીને કિંમત 8.2 ડોલર થઇ જશે, પછી સર્વિસ ચાર્જ અને ડિમાન્ડ ચાર્જ કિંમતમાં જોડાશે તો 11.5 ડોલર થઇ જશે

Next Article