Youtube Viral video: ‘પાજી’ બસ ડ્રાઈવરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી, ગાયું એવું ગીત કે લોકો થઈ ગયા ફેન

|

Jan 14, 2023 | 7:41 AM

Youtube Viral Video : રણજીત સિંહ નામના બસ ડ્રાઈવરના આ ગીતના વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. લોકો તેમના ગીતને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ બસ ડ્રાઈવર એક શીખ છે, જે પંજાબનો રહેવાસી છે, પરંતુ બ્રિટનમાં બસ ચલાવે છે.

Youtube Viral video: પાજી બસ ડ્રાઈવરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી, ગાયું એવું ગીત કે લોકો થઈ ગયા ફેન
Bus driver song

Follow us on

ડ્રાઈવિંગ કરતી વખતે મ્યુઝિક સાંભળવું સામાન્ય બાબત છે. એવા ઘણા લોકો છે જેઓ ડ્રાઈવિંગ કરતી વખતે ગાવાનું પસંદ કરે છે અને કેટલાકનો અવાજ એટલો સુંદર અને મધુર છે કે તે જલ્દી જ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ જાય છે. આજકાલ આવા જ એક બસ ડ્રાઈવરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, પરંતુ ખાસ વાત એ છે કે એક પ્રોફેશનલ સિંગરની જેમ તેનો મ્યુઝિક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. હવે બસ ડ્રાઈવરના ગીત ગાતા વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. લોકો તેમના ગીતને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ બસ ડ્રાઈવર એક શીખ છે, જે પંજાબનો રહેવાસી છે, પરંતુ બ્રિટનમાં બસ ડ્રાઈવર તરીકે કામ કરે છે. આ બસ ડ્રાઈવરનું નામ રણજીત સિંહ છે. આ 59 વર્ષીય શીખ બસ ડ્રાઈવરનું ગીત રિલીઝ થતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ હતી. તેના ગીતનું નામ ‘બસ ડ્રાઈવર સોંગ’ છે.

આ પણ વાંચો : Viral Video : 156 ગ્રામ સોનાથી બની વડાપ્રધાન મોદીની મૂર્તિ, લોકપ્રિય નેતાઓમાં નંબર 1 છે મોદી

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

બસ ડ્રાઈવરનો આ મ્યુઝિક વીડિયો જુઓ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રણજીત સિંહ છેલ્લા એક દાયકાથી બ્રિટનમાં બસ ચલાવી રહ્યા છે અને આ ગીત દ્વારા તેઓ ભારતમાં તેમના પરિવાર અને મિત્રોને બતાવવા માગતા હતા કે તેમણે આજીવિકા માટે શું કર્યું છે. તેણે એક વીડિયો પ્રોડક્શન કંપનીને હાયર કરી અને પોતાનો આ મ્યુઝિક વીડિયો બનાવ્યો અને તેને યુટ્યુબ પર રિલીઝ કર્યો, જે જોતાની સાથે જ વાયરલ થઈ ગયો.

મીડિયા સાથે વાત કરતાં રણજીત સિંહે કહ્યું, ‘મારી નોકરી વિશે એક મ્યુઝિક વીડિયો બનાવવાનું હંમેશા મારું સપનું રહ્યું છે, જેથી જ્યારે હું નિવૃત્ત થઈશ, ત્યારે હું તેને યાદગીરી તરીકે જોઈ શકું અને બતાવી શકું કે મારા સાથીદારો અને હું એકસાથે કેવી રીતે વાહન ચલાવતા હતા. તેના સિંગિંગ વીડિયો બતાવે છે કે તે કેવી રીતે તેની નોકરી માટે તૈયાર થાય છે અને તેના સાથીઓ સાથે બસ ચલાવે છે. તેમનું આ ગીત પંજાબીમાં છે.

જો કે આ ગીત 4 મહિના પહેલા જ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યું છે, પરંતુ લોકો તેના પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે, આ મ્યુઝિક વીડિયો અદ્ભુત છે અને વ્યક્તિનો અવાજ પણ સુંદર છે, તો કેટલાક કહી રહ્યા છે કે આ વીડિયો શાંતિનો સંદેશ આપી રહ્યો છે.

Next Article