માનવતા મરી પરવારી ! મેટ્રોમાં મહિલાને દૂધ પીતા બાળક સાથે જમીન પર બેસવાની ફરજ પડી, જુઓ VIDEO

|

Jun 20, 2022 | 12:24 PM

તાજેતરના દિવસોમાં પણ આવો જ એક વીડિયો (Viral Video)સામે આવ્યો છે. જ્યાં એક મહિલાને તેના માસૂમ બાળક સાથે મેટ્રો(Metro)માં ફ્લોર પર બેસવા માટે મજબૂર થવું પડે છે, પરંતુ ત્યાં હાજર લોકોમાંથી કોઈ પણ તેને સીટ આપવા તૈયાર નથી.

માનવતા મરી પરવારી ! મેટ્રોમાં મહિલાને દૂધ પીતા બાળક સાથે જમીન પર બેસવાની ફરજ પડી, જુઓ  VIDEO
Women sit metro ground taking his child
Image Credit source: Twitter

Follow us on

જો તમારી પાસે બેઝિક મેનર્સ ન હોય તો તમે મેળવેલી ડિગ્રી કોઈ કામની નથી. ઘણીવાર તમે મહાનગરોમાં એવું લખેલું જોયું હશે કે જેમને તમારા કરતા વધારે જરૂર હોય તેમને સીટ ઓફર કરો, પરંતુ હજુ પણ ઘણા લોકો એવા છે જેઓ આ વાતને બિલકુલ ફોલો કરતા નથી અને જેમને સીટની જરૂર છે તેમને ઉભા રહેવું પડે છે. તાજેતરના દિવસોમાં પણ આવો જ એક વીડિયો (Viral Video)સામે આવ્યો છે. જ્યાં એક મહિલાને તેના માસૂમ બાળક સાથે મેટ્રો(Metro)માં ફ્લોર પર બેસવા માટે મજબૂર થવું પડે છે, પરંતુ ત્યાં હાજર લોકોમાંથી કોઈ પણ તેને સીટ આપવા તૈયાર નથી.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે મેટ્રોના ફ્લોર પર સાડી પહેરેલી એક મહિલા તેના બાળકને ખોળામાં લઈને બેઠેલી જોવા મળી રહી છે અને એવા ઘણા પથ્થર દિલના લોકો છે જે પોતાની સીટ પર બેઠેલા છે, કોઈ સમજતું નથી કે જમીન પર બેઠેલી મહિલાને સીટની વધુ જરૂર છે ત્યારે ઘણા લોકોનું ધ્યાન પણ તે મહિલા તરફ જતું નથી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ વીડિયો IAS ઓફિસર અવનીશ શરણએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. જેની સાથે તેમણે કેપ્શન લખ્યું, ‘તમારી ડિગ્રી માત્ર એક કાગળનો ટુકડો છે, જો તે તમારા વર્તનમાં દેખાતું નથી તો.’ લખાય છે ત્યાં સુધીમાં આ વીડિયોને 7.5 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને યૂઝર્સ કોમેન્ટ્સ દ્વારા પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું, ‘આ સ્થિતિ ખરેખર ખૂબ જ શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘સંસ્કારો શાળાઓમાં નહીં પણ ઘરોમાં મળે છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ‘

Next Article