‘ઘુંઘટમાં હોકી’… મહિલાઓના જુસ્સાને લોકોએ કરી સલામ, જુઓ Viral Video

|

Sep 06, 2022 | 11:18 AM

આ અદભૂત અને શાનદાર વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @JaikyYadav16 નામ સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, 'યકિન માનો હોકી સ્ટિક સે જ્યાદા વજન ઘુંઘટ કા હૈ, રાજસ્થાન મેં આયોજિત ગ્રામિણ ઓલમ્પિક ખેલ.'

ઘુંઘટમાં હોકી… મહિલાઓના જુસ્સાને લોકોએ કરી સલામ, જુઓ Viral Video
women hockey

Follow us on

હોકીને (Hockey) ભારતની રાષ્ટ્રીય રમત ગણવામાં આવે છે. જો કે એ વાત અલગ છે કે, આજકાલ દેશમાં લોકો હોકી કરતાં ક્રિકેટ પર વધુ ધ્યાન આપતા જોવા મળે છે. ક્રિકેટ (Cricket) રમતા, તમે ગલીમાં બાળકો કે પુખ્ત વયના લોકો જોશો, પરંતુ બહુ ઓછા લોકો હોકી રમતા જોવા મળે છે. એવું નથી કે હોકી કોઈ મજાની રમત નથી, પરંતુ ક્રિકેટની જેમ આ પણ એક રોમાંચક રમત છે, જેને રમવાની અને જોવાની મજા આવે છે. આજકાલ છોકરીઓ પણ ઘણી સારી હોકી રમતી જોવા મળે છે, પરંતુ શું તમે ક્યારેય મહિલાઓને ઘુંઘટમાં હોકી રમતી જોઈ છે…? આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે, જે દિલ જીતી રહ્યો છે.

વાસ્તવમાં આ વીડિયોમાં કેટલીક મહિલાઓ હોકી રમતી જોવા મળી રહી છે, પરંતુ ખાસ વાત એ છે કે બધાએ ઘુંઘટ કર્યો છે. જો કે ઘુંઘટથી તેને કોઈ ફરક નથી પડતો, પરંતુ તે પણ જે રીતે રમી રહી છે જે તે રીતે સામાન્ય ખેલાડીઓ રમતા જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ચપ્પલ પહેરેલી, ઘુંઘટ પહેરેલી મહિલાઓ અને હાથમાં હોકી લઈને દોડી રહી છે અને ગોલ પોસ્ટ તરફ બોલને ફટકારી રહી છે. આમાં કેટલાક છોકરાઓ પણ તેમની સાથે રમતા હોય છે, પરંતુ મહિલાઓ આમાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. તેની રમત જોવા માટે ઘણા શાળાના બાળકો પણ ત્યાં હાજર છે, જેઓ તેને પ્રોત્સાહિત કરી રહ્યા છે. આવો ઉત્સાહ સ્ત્રીઓમાં ભાગ્યે જ જોવા મળે છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

જુઓ, મહિલાઓએ કેવી કમાલ કરી છે…….

આ અદભૂત અને શાનદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @JaikyYadav16 નામની ID સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘યકિન માનો હોકી સ્ટિક સે જ્યાદા વજન ઘુંઘટ કા હૈ, રાજસ્થાન મેં આયોજિત ગ્રામિણ ઓલમ્પિક ખેલ.’

31 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 76 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 3 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કરીને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘ઘર અને ઘુંઘટની સાથે હોકી સ્ટીક પણ સંભાળી છે’ તો બીજા યુઝરે લખ્યું છે, ‘તેમની ભાવનાને સલામ’.

Next Article