કાળા ચશ્મા પહેરી જ્વેલરી શોપમાં ઘુસી મહિલા ચોર, મિનિટોમાં 7 લાખનો હાર લઈ થઈ ગઈ છુમંતર, જુઓ વાયરલ CCTV

|

Nov 29, 2022 | 11:27 AM

આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ઘટના 17 નવેમ્બરે ગોરખપુરના એક જ્વેલરી સ્ટોરમાં બની હતી. હાલ પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસ હજુ સુધી ચોરની ઓળખ કરી શકી નથી.

કાળા ચશ્મા પહેરી જ્વેલરી શોપમાં ઘુસી મહિલા ચોર, મિનિટોમાં 7 લાખનો હાર લઈ થઈ ગઈ છુમંતર, જુઓ વાયરલ CCTV
Theft CCTV Viral
Image Credit source: Instagram

Follow us on

તમે ચોરીને લગતા ઘણા વીડિયો જોયા હશે, જેમાં ચોર ચોરી કરવા માટે અવનવા કિમિયા અજમાવતા હોય છે. ત્યારે હાલ વાયરલ થઈ રહેલા આ સીસીટીવીમાં પણ કંઈક એવું જ જોવા મળી રહ્યું છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં માસ્ક અને કાળા ચશ્મા પહેરેલી એક મહિલાએ જ્વેલરી સ્ટોરમાંથી થોડીવારમાં લગભગ 7 લાખ રૂપિયાની કિંમતનો નેકલેસ ઉડાવી લીધા હતા. આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ઘટના 17 નવેમ્બરે ગોરખપુરના એક જ્વેલરી સ્ટોરમાં બની હતી. હાલ પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસ હજુ સુધી ચોરની ઓળખ કરી શકી નથી.

આ ઘટના ઉત્તર પ્રદેશના ગોરખપુર શહેરના ગોલઘર સ્થિત બલદેવ પ્લાઝામાં બેચુ લાલ સરાફા પ્રાઈવેટ લિમિટેડ જ્વેલરી શોપની છે, જ્યાં માસ્ક અને કાળા ચશ્મા પહેરેલી એક મહિલા પહોંચી હતી. આ દરમિયાન તેણે ખરીદીના બહાને ઘણા નેકલેસ સેટ જોયા. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે મહિલાએ ઘરેણાંને નજીકથી જોવાનું બહાનું કરીને બે બોક્સ પોતાના ખોળામાં રાખ્યા હતા. પછી તેમાંથી એકને કાઉન્ટર પર પાછું મૂકી દીધું અને બીજાને તેની સાડીમાં છુપાવી દીધું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્વેલરી શોપમાંથી નેકલેસ ચોરનાર આ મહિલાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ મહિલાની ચતુરાઈએ લોકોને ચોંકાવી દીધા છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે મહિલાને શોધવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હાલમાં સફળતા મળી નથી. રિપોર્ટ્સ અનુસાર, નેકલેસ સેટની કિંમત લગભગ 7 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. બીજી તરફ દુકાનના માલિક ગૌરવ સરાફે જણાવ્યું કે પોલીસને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

બેચુ લાલ સરાફના કર્મચારીઓએ જણાવ્યું કે 17 નવેમ્બરે સ્ટોરમાં ઘણી ભીડ હતી. અહીં ઘણી મહિલાઓ ઘરેણાંની ખરીદી કરવા પહોંચી હતી. આ દરમિયાન, એક મહિલા લીલા રંગની સાડીમાં આવી, તેના ચહેરા પર માસ્ક અને તેને આંખો પર કાળા ચશ્મા પહેર્યા હતા. તેણે કહ્યું કે તેની ઉંમર જોઈને કોઈ પણ અનુમાન કરી શક્યું ન હતું કે તે આવી ઘટનાને અંજામ આપશે.

કર્મચારીઓએ જણાવ્યું કે આ દરમિયાન મહિલા હારના સેટ તરફ જોવા લાગી. પરંતુ થોડા સમય પછી તેણીએ કહ્યું કે તેણીને હવે દાગીના પસંદ નથી અને તે ત્યાંથી ચાલી ગઈ હતી. પરંતુ બાદમાં જ્વેલરી સેટનો સ્ટોક ઓછો જોવા મળતાં હોબાળો મચી ગયો હતો. જ્યારે શોરૂમના સીસીટીવીની તપાસ કરવામાં આવી તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. મહિલાનું આ કૃત્ય સીસીટીવીમાં કેદ થયું હતું.

Published On - 8:16 pm, Mon, 28 November 22

Next Article