Instagram Funny Viral Video: ડીજેના તાલે ‘બોલે ચુડીયા’ પર મહિલાએ કર્યો ડાન્સ, પછી થયું કંઈક આવું

|

Jan 14, 2023 | 7:42 AM

Instagram Funny Viral Video: લગ્નની પાર્ટીમાં ડીજે પર ડાન્સ સામાન્ય છે. લોકો ડીજે પર જોરદાર ડાન્સ કરે છે. આ દરમિયાન ઘણા ફની ડાન્સ સ્ટેપ્સના વીડિયો પણ જોવા મળે છે, પરંતુ ઘણી વખત સારા ડાન્સ સ્ટેપ્સના કારણે આવી દુર્ઘટના થાય છે, જેને જોઈને હસવું રોકાતું નથી.

Instagram Funny Viral Video: ડીજેના તાલે બોલે ચુડીયા પર મહિલાએ કર્યો ડાન્સ, પછી થયું કંઈક આવું
Dance Viral Video

Follow us on

સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ એકથી વધુ ડાન્સ વીડિયો વાયરલ થાય છે. આમાંના કેટલાક એટલા અદ્ભુત છે કે તેઓ આવતાની સાથે જ ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે, જ્યારે કેટલાક વીડિયોમાં લોકો ભડકાઉ ડાન્સ મૂવ્સ સાથે ઈન્ટરનેટ પર ધમાલ મચાવતા જોવા મળે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક મહિલાના આવા જ એક વીડિયોએ નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે. જેમાં એક આંટી લે જા લે જા પર જબરદસ્ત ડાન્સ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેની સાથે એક અકસ્માત થાય છે.

લગ્નની પાર્ટીમાં ડીજે પર ડાન્સ સામાન્ય છે. લોકો ડીજે પર જોરદાર ડાન્સ કરે છે. આ દરમિયાન ઘણા ફની ડાન્સ સ્ટેપ્સના વીડિયો પણ જોવા મળે છે, પરંતુ ઘણી વખત સારા ડાન્સ સ્ટેપ્સના કારણે આવી દુર્ઘટના થાય છે, જેને જોઈને હસવું રોકાતું નથી. હવે આ વીડિયો તમે જ જુઓ જેમાં સલવાર-સૂટ પહેરેલી એક મહિલા બોલે ચૂડિયાં, લે જા, લે જા ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. આજુબાજુ અન્ય મહિલાઓ બેઠી છે જે તેને પ્રોત્સાહિત કરતી હોય તેવું લાગે છે. તે સ્ટેપ કરતાં-કરતાં પાછળ સરકે છે, પણ તેનો પગ મારબલ પર લપસી જાય છે.

આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય

આ પણ વાંચો : Instagram Viral Dance Video : છોકરાએ ડાન્સ કરતી વખતે બતાવી ‘હાડકાની ગોઠવણી’, લોકોએ કહ્યું- ભાઈ, ક્યાંયથી તુટી ના જતાં

અહીં, વીડિયો જુઓ

વાયરલ થઈ રહેલા વીડિયોને જોઈને લાગે છે કે સંગીતનો માહોલ છે. આ દરમિયાન ગીત વાગે છે અને એક મહિલા ‘બોલે ચૂડિયાં, લે જા, લે જા’ ગીતની લાઈન પર નાચવાનું શરૂ કરે છે. મારબલની લાદીને કારણે તેનો પગ લપસી જાય છે અને તે ઠોકર ખાય છે અને નીચે પડી જાય છે. તે એટલી જબરદસ્તીથી પડે છે કે મહિલાઓ પણ સ્તબ્ધ થઈ જાય છે અને તે ચીસો પાડે છે. એટલા માટે ત્યાં હાજર કેટલીક મહિલાઓ પણ તેને ઉઠાવતી જોવા મળે છે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર qasimawaisi નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી કરોડો લોકોએ તેને જોયો છે અને તેના પર કોમેટ્સ કરીને તેમની પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. એક યૂઝરે લખ્યું, ‘જેના હિસાબે મહિલા પડી, તેને ઘણું નુકસાન થયું હશે.’ જ્યારે બીજા યૂઝરે લખ્યું, ‘કોઈના પડી જવાની મજાક ન ઉડાવવી જોઈએ.’ આ સિવાય બીજા ઘણા યુઝર્સે આ પર કોમેન્ટ્સ કરી છે.

Next Article