20 મિનીટમાં સાયકલ લઈને ફૂડ આપવા આવ્યો ડિલિવરી બોય, પછી જે થયું તે છે કાબિલ-એ-તારીફ

હૈદરાબાદના મુકેશે ફૂડ મંગાવ્યું હતું. જેને આપવા માટે અકીલ સાયકલ લઈને આવ્યો હતો. આ બાદ અકીલની સર્ઘર્ષ ગાથા મુકેશે તસ્વીર સાથે સોશિયલ મીડિયાના એક ગ્રુપમાં મૂકી હતી.

20 મિનીટમાં સાયકલ લઈને ફૂડ આપવા આવ્યો ડિલિવરી બોય, પછી જે થયું તે છે કાબિલ-એ-તારીફ
મદદ માટે લોકોએ ભેગું કર્યું ફંડ (Image-Social Media)
Follow Us:
| Updated on: Jun 21, 2021 | 12:26 PM

હૈદરાબાદથી એક એવો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે જેણે સાંભળીને તમે પણ ભાવુક થઇ જશો. વાત જાણે એમ છે કે હૈદરાબાદમાં ફૂડ ડિલીવરી કરવા માટે એક યુવક સાયકલ લઈને પહોંચ્યો હતો. ત્યાં તેના સ્ટ્રગલની સ્ટોરી સાંભળીને અમુક લોકોએ ભેગા મળીને પૈસા એકઠા કર્યા. અને આ પૈસાથી એક વ્યક્તિને નવું બાઈક ભેટ આપી દીધું છે.

જી હા આ યુવકનું નામ મોહમ્મદ અકીલ છે. અકીલ 14 જૂનના રોજ ઓર્ડર ડિલીવર કરવા માટે એક ગ્રાહક રુબિન મુકેશના ઘરે ગયો હતો. રુબિન મુકેશે જ્યારે તેના ઘર નીચે ઓર્ડર લેવા પહોંચ્યો ત્યારે જોયું કે અકીલ સાયકલ લઈને આવ્યો છે.

20 મિનીટમાં 9 KM અંતર કાપ્યું

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મુકેશે વ્યવસાયે આઇટી પ્રોફેશનલ છે. તેમણે કહ્યું કે “તેણે મને નીચે આવીને ઓર્ડરની ડિલિવરી લેવાનું કહ્યું. જ્યારે હું નીચે ગયો ત્યારે જોયું કે તે વરસાદમાં માત્ર 20 મિનિટમાં સાયકલ ચલાવીને આ યુવક મને ઓર્ડર આપવા આવ્યો હતો. અકીલ માત્ર 20 મિનિટમાં 9 કિમી અંતર કાપીને ફૂડ લઈને આવી ગયો હતો.

સોશિયલ મીડિયાથી આવી મદદ

આ જોઇને મુકેશે તેની તસ્વીર લઈને સોશિયલ મીડિયાના એક ગ્રુપમાં મૂકી. જેમાં ઘણા મેમ્બર્સે તેમાં પ્રતિક્રિયા આપી હતી. અને મોટાભાગના લોકોએ કહ્યું કે આ યુવક માટે કંઇક કરવું જોઈએ. મુકેશે જણાવ્યું કે અકીલની સ્ટોરી ફેસબુક પર 14 જૂને ફૂડ લવર્સના ગ્રુપમાં પોસ્ટ થઈ હતી અને મોટરસાઇકલ માટે જરૂરી 65 હજાર રૂપિયાને બદલે 73 હજાર રૂપિયા જમા થઇ ગયા હતા.

અકીલની સંઘર્ષ કથા

18 જૂને અકીલને બાઇક સાથે હેલ્મેટ, સેનિટાઇઝર, રેઈનકોટ અને માસ્ક આપવામાં આવ્યા હતા. 21 વર્ષિય અકિલ બી ટેક કરી રહ્યો છે અને તે ત્રીજા વર્ષમાં છે. તેના પિતા મોચીકામ કરે છે. આર્થિક તંગીના કારણે અકીલ ફૂડ ડિલીવરી કરીને કમાય પણ છે અને અભ્યાસ પણ કરે છે. બાઈક મળતા અકીલ ખુબ ભાવુક થઇ ગયો હતો અને તેણે સૌનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો: Taarak Mehta Show Special: મળી ગયા જેઠાલાલના સાસુ? શું આ અભિનેત્રી બનશે દયાબેનની માતા?

આ પણ વાંચો: શહાદતનો બદલો: 10 દિવસ પહેલા જવાનો પર હુમલો કરનારા મુદસ્સિર પંડિત સહિત 3 આતંકવાદી ઠાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">