લગ્નની વિધી દરમિયાન વરરાજાએ મીઠાઇ ખાવામાં વાર કરી, દુલ્હનને આવ્યો ગુસ્સો, જુઓ શું કર્યુ આ Viral video માં

|

Jan 22, 2023 | 12:22 PM

Viral Video : વીડિયોમાં તમે જોઈ શકો છો કે જયમાલાના સ્ટેજ પર વરરાજા અને દુલ્હન ઉભા છે અને દુલ્હનના કેટલાક મિત્રો પણ ત્યાં હાજર છે. આ દરમિયાન, દુલ્હન પહેલા થાળીમાંથી ફૂલ કાઢીને વરરાજાને આવકારવા માટે તેના પર ફેંકે છે

લગ્નની વિધી દરમિયાન વરરાજાએ મીઠાઇ ખાવામાં વાર કરી, દુલ્હનને આવ્યો ગુસ્સો, જુઓ શું કર્યુ આ Viral video માં
લગ્નમાં દુલ્હનના ગુસ્સાનો વીડિયો વાયરલ

Follow us on

લગ્નને સાત જન્મોનો સથવારો માનવામાં આવે છે. જો કે લગ્નના બંધનમાં બંધાતા પહેલા છોકરો અને છોકરી બંનેની સહમતિ જરૂરી છે, પરંતુ ક્યારેક એવું પણ બને છે કે પરિવારના સભ્યોના દબાણમાં છોકરા-છોકરીને અન્ય જગ્યાએ લગ્ન કરવા મજબૂર કરવામાં આવે છે. આજકાલ આવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, સોશિયલ મીડિયામાં એક લગ્નપ્રસંગનો વીડિયો વાયરલ થયો છે. જેમા લગ્નની એક વિધી સમયે દુલ્હન ગુસ્સે થયેલી જોવા મળે છે. આ વીડિયો જોયા પછી તમારા મનમાં પહેલો વિચાર એ જ આવશે કે દુલ્હન પર લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું છે.

આ વીડિયોમાં જોઇ શકાય છે તે લગ્નની વિધી ચાલી રહી છે. જો કે દુલ્હન લગ્ન પહેલા જ વર પર ગુસ્સે થઈ જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જયમાલાના સ્ટેજ પર વરરાજા અને દુલ્હન ઉભા છે અને દુલ્હનના કેટલાક મિત્રો પણ ત્યાં હાજર છે. આ દરમિયાન, દુલ્હન પહેલા થાળીમાંથી ફૂલ કાઢીને વરરાજાને આવકારવા માટે તેના પર ફેંકે છે અને તે પછી તે વરરાજાને મીઠાઈ ખવડાવવા માટે આગળ વધે છે. પછી વરરાજા મીઠાઈ ખાવા માટે હાથ ઊંચો કરવાનો પ્રયાસ કરે છે, પણ કન્યા ગુસ્સે થઈ જાય છે અને મીઠાઈને સ્ટેજની બહાર ફેંકી દે છે. નવાઈની વાત એ છે કે આ દરમિયાન વરરાજા સ્ટેજ પર હાથ બાંધીને ચુપચાપ ઊભો રહે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વર-કન્યાનો ફની વીડિયો અહીં જુઓ

સોશિયલ મીડિયા આ વીડિયો ટ્વિટર પ્લેટફોર્મ પર @HasnaZarooriHai નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘જો છોકરીને બીજે ક્યાંક સેટ છે તો બીજા સાથે લગ્નમાં આવું જ થાય છે’. માત્ર 30 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 9 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે આ વીડિયોને હજારો લોકોએ લાઈક પણ કર્યો છે.

તો બીજી તરફ લોકોએ વીડિયો જોયા પછી અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. દુલ્હનના ગુસ્સા છતાં વરનો શાંત સ્વભાવ જોઈને એક યુઝરે લખ્યું છે કે ‘છોકરો જેન્ટલમેન નીકળ્યો’.

Next Article