ગૌ માતા અને વાછરડાને પહેરાવ્યા ઘરેણા, આરતી કરી શોરૂમથી કર્યા વિદા, જુઓ આ સુંદર વીડિયો

|

Nov 19, 2022 | 7:45 PM

હાલ જે વીડિયો સામે આવ્યો છે તેમાં એક સુંદર દૃશ્ય જોવા મળે છે. જેમાં એક જવેલર્સ આરતી કરીને ગાય અને તેના વાછરડાને શોરૂમમાંથી વિદા કરે છે ત્યારે આવું દ્રશ્ય ભાગ્યે જ જોવા મળે છે.

ગૌ માતા અને વાછરડાને પહેરાવ્યા ઘરેણા, આરતી કરી શોરૂમથી કર્યા વિદા, જુઓ આ સુંદર વીડિયો
Beautiful Viral Video
Image Credit source: twitter

Follow us on

ઘરેણાનું નામ સાંભળતા જ ચહેરો ચમકી ઉઠે છે, ઘણા લોકોને ઘરેણાનો ખુબ શોખ પણ હોય છે, ત્યારે લોકો એકબીજા માટે તો ઘરેણા ખરીદતા જ હોય છે. પરંતુ હાલ જે વીડિયો સામે આવ્યો છે તેમાં એક સુંદર દૃશ્ય જોવા મળે છે. જેમાં એક જવેલર્સ આરતી કરીને ગાય અને તેના વાછરડાને શોરૂમમાંથી વિદા કરે છે, ત્યારે આવું દ્રશ્ય ભાગ્યે જ જોવા મળે છે. અમદાવાદના વિજય પરસાણા નામના વ્યક્તિએ એબી જ્વેલર્સના માલિક મનોજ સોનીને તેમની ગાય અને તેના વાછરડા માટે દાગીના બનાવવાની વિનંતી કરી. મનોજ સોનીએ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે એક શરત મુકી કે તે શોરૂમમાં ગાય અને વાછરડું લાવશે તો જ તેઓ ઘરેણાં બનાવશે.

વિજયભાઈ જ્યારે તેમની લક્ઝરી કારમાં સવાર થઈને તેમના વાછરડાને અને ગૌ માતાને જ્વેલર્સ પાસે લઈ આવ્યા ત્યારે મનોજ સોનીએ તેમના શોરૂમમાં તેમને ઘરેણાંથી શણગાર્યા એટલું જ નહીં, પરંતુ તેમના શોરૂમના તમામ કર્મચારીઓ અને પરિવારના સભ્યો સાથે ગૌ માતા અને વાછરડાની આરતી પણ કરી.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

મનોજ સોનીએ એક મીડિયાને જણાવ્યા અનુસાર તેઓ સામાન્ય રીતે સ્ત્રીઓ અને પુરુષો માટે ઘરેણાં બનાવે છે, પરંતુ જ્યારે વિજયભાઈએ ગાય માતા અને તેના વાછરડા માટે ઘરેણાં બનાવવાની વાત કરી ત્યારે તેમને પણ ગાય માતા પ્રત્યે શ્રદ્ધા જાગી હતી. તેઓએ પોતાના હાથે, ગૌ માતા અને તેના વાછરડાને ચાંદીના આભૂષણો, કપાળે ટીકા, ગળાનો હાર, શિંગ ટોપ વગેરે ઘરેણાથી શણગાર્યા અને આરતી કરી વિદાય આપી.

આ વીડિયો ગુજરાતના અમદાવાદનો છે. ટ્વીટર પર UdthaBollywood નામની આઈડીથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે અમદાવાદના એક શ્રીમંત ખેડૂતને તેમની ગાય અને વાછરડા માટે સોનાના દાગીના જોઈતા હતા. તેમણે એક પ્રખ્યાત ઝવેરી પાસે પૂછપરછ કરી અને ગાય અને વાછરડાને તેમની દુકાને લઈ ગયા. જુઓ તેમનું ભવ્ય સ્વાગત.

Next Article