Viral Video: મહિલાએ બ્રેકની જગ્યાએ એક્સિલરેટર દબાવ્યું, જુઓ પછી શું થયું

|

Jan 20, 2023 | 12:48 PM

Woman Hits Car Into Crockey Store: એક મહિલા ક્રોકરી સ્ટોરમાં ખરીદી કરવા આવી હતી, પરંતુ કાર પાર્ક કરતી વખતે તેણે બ્રેકને બદલે એક્સિલરેટર દબાવ્યું. જે બાદ કાર સ્ટોરમાં પ્રવેશી હતી.

Viral Video: મહિલાએ બ્રેકની જગ્યાએ એક્સિલરેટર દબાવ્યું, જુઓ પછી શું થયું
વિચિત્ર કાર અકસ્માત
Image Credit source: Twitter/@NarendraNeer007

Follow us on

Car Accident Viral Video: સોશિયલ મીડિયા પર અલગ-અલગ જગ્યાએ અકસ્માતના વીડિયો વાયરલ થતા રહે છે. આવા વિડિયો પણ નેટીઝન્સનું ઘણું ધ્યાન આકર્ષિત કરે છે. હવે આવો જ એક વીડિયો ગુજરાતના વડોદરામાંથી સામે આવ્યો છે. જ્યાં એક બેકાબૂ કાર ક્રોકરી સ્ટોરમાં ઘૂસી ગઈ હતી. બન્યું એવું કે કાર ચલાવતી મહિલાએ પાર્કિંગ વખતે બ્રેકને બદલે એક્સીલેટર દબાવ્યું. આ પછી જે કંઈ થયું તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સ્ટોર માલિકે મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ટ્રેન્ડિંગ સમાચાર અહીં વાંચો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડોદરાના અલકાપુરી વિસ્તારમાં બુધવારે રાત્રે આ વિચિત્ર ઘટના બની હતી, જ્યારે એક મહિલા ડ્રાઇવરે ભૂલથી ક્રોકરી સ્ટોરને ટક્કર મારી હતી. કાર પાર્ક કરતી વખતે મહિલાએ અકસ્માતે બ્રેકને બદલે એક્સીલેટર પર પગ મુક્યો હતો. જેના કારણે કાર સીડીઓ ચડીને શોરૂમની અંદર પ્રવેશી હતી. આ સમગ્ર ઘટના ક્રોકરી સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તેના ફૂટેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અહીં જુઓ, જ્યારે બેકાબૂ કાર શોરૂમમાં ઘૂસી ગઈ

 


જો કે આ વિચિત્ર અકસ્માતમાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. આ અંગે શોરૂમના માલિક મહેશભાઈ સિંધાણીએ મહિલા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા દુકાનમાં ક્રોકરી ખરીદવા આવી હતી, પરંતુ કારની ટક્કરને કારણે શોરૂમનો એક બાજુનો આખો કાચ તૂટી ગયો હતો, જ્યારે લાખોની કિંમતની ક્રોકરી ખાખ થઈ ગઈ હતી. કાચ તૂટવાનો અવાજ સાંભળી વિસ્તારના લોકો ગભરાઈ ગયા હતા.

શોરૂમ સ્ટાફનું કહેવું છે કે કારના કાચ સાથે અથડાવાનો અવાજ સાંભળીને તેઓ એકદમ ગભરાઈ ગયા હતા. સદનસીબે મહિલા સહિત શોરૂમના સ્ટાફમાંથી કોઈને ઈજા થઈ ન હતી.

Published On - 12:48 pm, Fri, 20 January 23

Next Article