હાથીનું બચ્ચું પાણીમાં પડ્યું, આખું ટોળું તેને બચાવવા માટે ભેગું થયું, જુઓ Video
એક વીડિયોમાં હાથીનું બાળક પાણીમાં પડી જાય છે અને હાથીઓનું આખું ટોળું તેને બચાવવા માટે ભેગું થાય છે. આ વીડિયોમાં, એક માદા હાથી તેના સૂંઢ વડે બાળકને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે, અને પછી અન્ય હાથીઓ મદદ માટે દોડી આવે છે.

જો કોઈ બાળક મુસીબતમાં ફસાય જાય છે તો. માતા-પિતાની સાથે પરિવારના તમામ સભ્યો તેની મદદ કરવા માટે આવે છે.માણસોની જેમ જાનવરોમાં પણ આવી જ સંવેદનાઓ જોવા મળે છે. જ્યારે કોઈ જાનવરના બાળક પર કોઈ મુસીબત આવે છે. તો આખું ઝુંડ તેની મદદ કરવા માટે એકઠું થઈ જાય છે. તેના બાળક પ્રત્યેનો પ્રેમ અને સમર્પણનું શાનદાર ઉદાહરણ આ વીડિયો છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક હાથીનું બચ્ચું પાણીમાં પડી જાય છે. તેને બચાવવા માટે હાથીનું એક આખું ગ્રુપ તેને બચાવવા માટે આવી જાય છે. અને તેમની એકતાની તાકાત દેખાડી આ નાનકડાં હાથીને બચાવી લે છે.
(video :FactCouple)
હાથીનું બચ્ચું પાણીમાં પડી જાય
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક હાથીનું બચ્ચું પાણીમાં પડી જાય છે. એક હાથણી તેને સુંઢથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. થોડી વારમાં જ આ ઘટના આજુબાજુ રહેલા હાથીઓ જુઓ છે અને તરત જ દોડી તેમની પાસે મદદ કરવા માટે આવી છે. આ બધા હાથીઓ સાથે મળી આ નાનકડા હાથીને બચાવી લે છે. હાથીના બચ્ચાને બહાર કાઢે છે. હાથીઓનું ગ્રુપ સાથે રહી તેને સુરક્ષિત હોવાનો અહેસાસ અપાવે છે.
માતા અને બાળકનો પ્રેમ
આ વીડિયોમાં કોઈ બનાવટ કે સંવાદ નથી. ફક્ત એક હાથીનું બચ્ચું છે, તેની માતા જે પ્રેમનું પ્રતિક છે,આ વીડિયોએ લોકોને અહેસાસ કરાવ્યો કે લાગણીઓ ફક્ત શબ્દો દ્વારા જીવવામાં આવતી નથી, પરંતુ લાગણીઓ ભાવના દ્વારા પણ જીવિત રહે છે, પછી ભલે તે માનવ હોય કે પ્રાણી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ખુબ પસંદ પણ કરી રહ્યા છે. માતા અને બાળક વચ્ચેનો પ્રેમ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
