Shocking ! પાણીમાં સિંહ પર ભારે પડ્યો હિપોપોટેમસ, કર્યો એવો ખતરનાક હુમલો, પૂંછડી દબાવીને ભાગ્યો ‘જંગલનો રાજા’

|

Jul 06, 2022 | 1:09 PM

જંગલમાં સિંહને છેડવાની કોઈ હિંમત કરતું નથી, પરંતુ કેટલીક વાર એવું બને છે કે જંગલના રાજાને મેદાન છોડીને ભાગવું પડે છે. હાલના દિવસોમાં એક આવો જ વીડિયો (Viral Video) સામે આવ્યો છે. જેને જોઈને બધા હેરાન થઈ ગયા છે.

Shocking ! પાણીમાં સિંહ પર ભારે પડ્યો હિપોપોટેમસ, કર્યો એવો ખતરનાક હુમલો, પૂંછડી દબાવીને ભાગ્યો જંગલનો રાજા
Wildlife Viral Video
Image Credit source: You Tube

Follow us on

એવું કહેવાય છે કે સિંહ સાથે ગડબડ કરવાનો મતલબ છે તમારા મૃત્યુને આમંત્રણ આપવું. જંગલમાં ભાગ્યે જ એવું કોઈ પ્રાણી હશે, જે ભયાનક પ્રાણીઓને સીધો પડકાર ફેંકવાની હિંમત કરે. સિંહ એક એવુ ભયાનક શિકારી પ્રાણી છે, જેને જોઈને અન્ય પ્રાણીઓની હાલત ખરાબ થઈ જાય છે. સિંહ કોઈના પર પણ હુમલો કરે છે તો તે એક ક્ષણમાં તેનું કામ તમામ કરવાની તાકાત રાખે છે.પરંતુ આ દિવસોમાં વાયરલ થયેલા એક વીડિયોમાં (Viral Video) સિંહને હિપોપોટેમસ (Hippo) દોડાવતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયાના (Social Media) અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ ચૂક્યો છે.

હિપોપોટેમસ એટલે કે દરિયાઈ ઘોડો મોટે ભાગે શાંત રહેતું પ્રાણી છે, પરંતુ તેને જ્યારે ગુસ્સો આવે છે, ત્યારે તે સિંહ, વાઘ, હાથી અને રીંછ કરતાં પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. હિપોપોટેમસ વ્યક્તિના હાડકાંનો ભૂક્કો બોલાવી શકે છે. કોઈ પણ પ્રાણીના અંગોને ફાડી પણ શકે છે અને જ્યારે પણ તક મળે ત્યારે તેને ગળી પણ શકે છે. આવું જ કંઈક સિંહ સાથે પણ થવાનું હતું પરંતુ તે પૂંછડી દબાવીને ભાગી ગયો. વાસ્તવમાં એવું બન્યું કે ગરમીથી છૂટકારો મેળવવા સિંહ તળાવમાં નહાવા પહોંચ્યો છે, પરંતુ ત્યારે હિપોપોટેમસે તેમના પર હુમલો કર્યો. તેના નજીક હિપોપોટેમસને આવતા જોઈને જંગલનો રાજા ખરાબ રીતે ગભરાઈ જાય છે અને પાણીની બહાર ભાગી જવાનું વિચારે છે.

અહીં જુઓ વીડિયો

આ પણ વાંચો

વીડિયોમાં તમે જોઈ શકો છો કે જંગલમાં સિંહોનું ટોળું ગરમીથી હેરાન થઈને નહાવા માટે તળાવ પર પહોંચે છે, તેઓ ડર્યા વગર તળાવના કિનારે પહોંચી જાય છે. આ દરમિયાન એક હિપોપોટેમસની નજર પડે છે અને તે તેના વિસ્તારમાં સિંહોને જોઈને ગુસ્સાથી લાલ થઈ જાય છે અને તેમની પાછળ પડી જાય છે. આ જોઈને હિપોપોટેમસ સિંહો પર હુમલો કરે છે. હિપોપોટેમસનો ગુસ્સો જોઈને સિંહની હાલત ખરાબ થઈ જાય છે અને તેઓ પાણી છોડીને ભાગવા લાગે છે. થોડી સેકન્ડમાં જ સિંહો ભાગી પણ જાય છે અને હિપોપોટેમસ તળાવમાં પાછો ફરે છે. આ વીડિયોને World of Wildlife and Village નામની યુટ્યુબ ચેનલ દ્વારા શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને હજારો લોકો જોઈ ચૂક્યા છે.

Next Article