‘અનુષ્કાને ભાભી કહીને બોલાવો….” હર્ષિત રાણાએ વિરાટ કોહલી વિશે શેર કર્યો ડ્રેસિંગ રૂમનો રમૂજી કિસ્સો

યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વિશે એક રમુજી કિસ્સો શેર કર્યો. તેણે એ પણ ખુલાસો કર્યો કે વિરાટ અને હાર્દિક વિશેની તેની ધારણાઓ ખોટી હતી અને વાસ્તવિક જીવનમાં તે બંને ખૂબ જ રમુજી છે.

અનુષ્કાને ભાભી કહીને બોલાવો.... હર્ષિત રાણાએ વિરાટ કોહલી વિશે શેર કર્યો ડ્રેસિંગ રૂમનો રમૂજી કિસ્સો
| Updated on: Jan 20, 2026 | 2:59 PM

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હર્ષિત રાણાએ તાજેતરમાં વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા સાથે જોડાયેલો એક રમુજી કિસ્સો શેર કર્યો છે. આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે પોતાના પ્રભાવશાળી પ્રદર્શન બાદ પ્રસિદ્ધિ મેળવનારા રાણાએ નવેમ્બર 2024માં પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

આ શ્રેણી વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દીની છેલ્લી શ્રેણી પણ સાબિત થઈ. ત્યારથી, હર્ષિત રાણા ભારત માટે ત્રણેય ફોર્મેટ રમી રહ્યો છે અને ધીમે ધીમે એક વિશ્વસનીય ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે ઉભરી રહ્યો છે.

અનુષ્કાને કહ્યુ હતુ “મૅમ”

એક મુલાકાતમાં, હર્ષિત રાણાએ ખુલાસો કર્યો કે તે જ્યારે પહેલી વાર અનુષ્કા શર્માને મળ્યો ત્યારે તેને “મૅમ” કહીને સંબોધિત કરી, તો વિરાટ કોહલીએ તરત જ ટોક્યો અને કહ્યુ “મૅમ નહીં ભાભી બોલ ભાભી…” ત્યારબાદ વિરાટે અનુષ્કાને કહ્યુ આ બહાર મારી ઉપર શેમ્પેન ફેંકી રહ્યો હતો અને અત્યારે આપને “મૅમ” બોલી રહ્યો છે.

હર્ષિતે કહ્યું, “આ મારો અનુષ્કાને મળવાનો પહેલો સમય હતો, તેથી મેં તેને “મૅડમ” કહી. વિરાટે મને કહ્યું કે તેને “મૅડમ” નહીં, પણ “ભાભી” કહો.” મેં જવાબ આપ્યો કે આ મારી પહેલી વાર તેણીને મળવાનો હતો. પછી વિરાટે મજાકમાં અનુષ્કાને કહ્યું કે તે બહાર મારા પર શેમ્પેન ફેંકી રહ્યો હતો અને હવે તે તમને “મૅડમ” કહી રહ્યો છે.

“વિરાટ અને હાર્દિક વિશે હતી ખોટી ધારણા”

હર્ષિત રાણાએ એ પણ માન્યુ કે ભારતીય ટીમમાં સામેલ થતા પહેલા તેના મનમાં વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાને લઈને ખોટી ધારણા હતી. તેમણે કહ્યુ ટીવી પર તેમને જોઈને મને લાગતુ હતુ કે વિરાટ અને હાર્દિકનો ઘણો આક્રમક સ્વભાવ હશે અને બધાને ડરાવતા હશે. પરંતુ હું જ્યારે તેમને વાસ્તવિક જિંદગીમાં મળ્યો તો બંને ખૂબ મજાકિયા નીકળ્યા. તેઓ મારી ધારણાથી બિલકુલ અલગ હતા.

ન્યૂઝીલેન્ડ સામે સિરિઝ હાર્યુ ભારત

ઉલ્લેખનિય છે કે ભારતને ન્યૂઝિલેન્ડ સામે ત્રણ વનડે મેચની સિરીઝમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો. રવિવારે રમાયેલીના નિર્ણાયક મેચમાં વિરાટ કોહલીની શાનદાર સદી છતાં, ભારતને હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં હર્ષિત રાણા અને કોહલીએ એક જબરદસ્ત પાર્ટનરશીપ બનાવી હતી.

રાણાએ પણ ફિફ્ટી ફટકારી, પરંતુ ટીમને વિજય તરફ દોરી શક્યો નહીં. વિરાટ કોહલીએ પણ સદી ફટકારી, પરંતુ તે વિજય મેળવવામાં નિષ્ફળ ગયો. આખરે, ન્યુઝીલેન્ડે પહેલીવાર ભારતની ધરતી પર ODI સિરીઝ પોતાને નામ કરી.

ટ્રમ્પના પગતળેથી જમીન સરકી જશે, જો ભારત- ચીન અને રશિયા સાથે મળીને, કરી લેશે આ કામ