Viral Video : હેન્ડ ડ્રાયરનો આ રીતે પણ થઇ શકે છે ઉપયોગ, જાણો યુવકે શું કર્યું

|

Feb 04, 2023 | 5:27 PM

Viral Video : કોઇ એક જ વસ્તુના અલગ અલગ રીતે ઉપયોગ થઇ શકે છે તેવા પણ વીડિયો સામે આવી રહ્યા છે. આવા જુગાડ કરવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

Viral Video : હેન્ડ ડ્રાયરનો આ રીતે પણ થઇ શકે છે ઉપયોગ, જાણો યુવકે શું કર્યું
હેન્ડ ડ્રાયરનો અલગ કામ માટે પણ થઇ શકે છે ઉપયોગ

Follow us on

આજકાલ સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રકારના વીડિયો વાયરલ થઇ રહ્યા છે. કોઇ એક જ વસ્તુના અલગ અલગ રીતે ઉપયોગ થઇ શકે છે તેવા પણ વીડિયો સામે આવી રહ્યા છે. આવા જુગાડ કરવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક માણસ હેન્ડ ડ્રાયરનો અન્ય રીતે પણ ઉપયોગ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આજકાલ મોલ હોય કે થીયેટર કે પછી કોર્પોરેટ ઓફિસ, તેમાં વોશરૂમમાં લગાવેલા હેન્ડ ડ્રાયર લાગેલા હોય છે. આ હેન્ડ ડ્રાયર તમારા હાથ સુકાવા માટે હોય છે. દિવાલ પર લગાવેલા આ મશીનનું એકમાત્ર કાર્ય એ છે કે તેનાથી થોડીક સેકન્ડમાં આપણા હાથ સુકાઈ જાય છે. તમને એવુ લાગશે કે આ હેન્ડ ડ્રાયરનો આ એકમાત્ર જ ઉપયોગ છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

તમે પણ આવું વિચારતા હોવ તો તે ખોટું છે કારણ કે એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ વોશરૂમમાં હેન્ડ ડ્રાયર નીચે બેસી પોતાના વાળ સેટ કર્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, તેને ઘણો શેર પણ કરવામાં આવી રહ્યો છે.

અહીં વિડિયો જુઓ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ બાથરૂમમાં હેન્ડ ડ્રાયરની મદદથી વાળ સેટ કરતો જોવા મળે છે. તેને જોઈને સમજાય છે કે તેણે હેન્ડ ડ્રાયરને હેર ડ્રાયર તરીકે લીધું છે અને તેનો બરાબર ઉપયોગ કરી રહ્યો છે. વ્યક્તિની વાળ સૂકવવાની સ્ટાઈલ તમને હસાવશે. આપણા દેશમાં જુગાડ અને પ્રતિભાની કોઈ કમી નથી.

આ ફની વિડિયો IPS ઓફિસર આરિફ શેખ (@arifhs1) એ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. જેની સાથે તેણે લખ્યું છે કે, ‘જરૂરિયાત એ શોધની માતા છે.’ આ ક્લિપને 34 હજારથી વધુ લોકો મળી ચૂક્યા છે. તો સાથે અનેક લાઈક્સ મળ્યા છે. આ અંગે યુઝર્સ ફીડબેક પણ આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું- હેન્ડ ડ્રાયર પણ વિચારતો હશે કે મારી શક્તિનો દુરુપયોગ થઈ રહ્યો છે.’ બીજાએ લખ્યું, આ ભારત છે, અહીં કંઈ પણ થઈ શકે છે. તમે વીડિયોમાં આવા ઘણા લોકોની ફની કોમેન્ટ્સ જોઈ શકો છો.

Next Article