Viral Video : સ્પ્લેન્ડર બાઈકની પાછળની સીટ પર બેઠેલા કાકાએ કર્યો જોરદાર સ્ટંટ, લોકોએ કહ્યું- ‘આ બાઇક ઓટો પાયલોટ મોડ પર છે’

|

Sep 22, 2022 | 10:23 PM

હાલમાં એક કાકાના સ્ટંટનો વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ બાઈકને હાથ લગાવ્યા વગર બાઈક ચલાવતા દેખાય છે.

Viral Video : સ્પ્લેન્ડર બાઈકની પાછળની સીટ પર બેઠેલા કાકાએ કર્યો જોરદાર સ્ટંટ, લોકોએ કહ્યું- આ બાઇક ઓટો પાયલોટ મોડ પર છે
Viral Video
Image Credit source: Instagram

Follow us on

Shocking Video : આજકાલ સોશિયલ મીડિયાનો લોકો વચ્ચે એટલો ફ્રેઝ છે કે લોકો ફેમસ થવા માટે જાતજાતના અખતરા કરતા હોય છે. કેટલાકના ટેલેન્ટ વખાણવા લાયક હોય છે, જ્યારે કેટલાક લોકો એવા હોય છે જે ખુબ ટ્રોલ થયા છે. પણ તે ટ્રોલ થવાથી પણ તેઓ લોકો વચ્ચે ફેમસ થઈ જતા હોય છે. આજકાલના યુવાનોને પણ સ્ટંટ પ્રત્યે પ્રેમ જાગ્યો છે. કેટલાક લોકો કોઈપણ સુરક્ષા વગર સ્ટંટ કરીને પોતાના જીવને જોખમમાં નાંખે છે. ભૂતકાળમાં તેને કારણે અનેક લોકોના દર્દનાક મોત પણ થયા છે. હાલમાં એક કાકાના સ્ટંટનો વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ બાઈકને હાથ લગાવ્યા વગર બાઈક ચલાવતા દેખાય છે.

આ વીડિયો લોકોને ખુબ મનોરંજન આપી રહ્યો છે

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક કાકા ખૂલ્લા રસ્તા પર બાઈકની પાછળની સીટ પર બેસીને, બાઈકને ત્યાંથી નિયત્રિત કરીને ચલાવી રહ્યા છે. તે મુક્તપણે અને કોઈપણ ચિંતા વગર આ સ્ટંટ કરી રહ્યા છે. તેમણે બાઈકના એક્સીલેટર પર રુમાલ બાંધ્યો છે જેના કારણે બાઈક સ્પીડમાં રસ્તા પર દોડી રહી છે. આ વીડિયો ક્યાંનો છે તે જાણવા નથી મળ્યુ પણ આ વીડિયો લોકોને ખુબ મનોરંજન આપી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો રસ્તા પરથી જતા બીજા એક વાહાનચાલકે પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર memes___roast નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. હાલ આ વીડિયોને લાખો વ્યૂઝ અને લાઈક મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને લાઈક કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ ટેસ્લાની બાઈક લાગે છે, જે ઓટોમેટિક ચાલી શકે છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે , વાહ…કાકા ! ખુબ ટેલેન્ટેડ છો તમે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, જોજો કાકા , હીરા બનવાના ચક્કરમાં બાઈક પરથી નિયત્રંણ જતુ રહેશે તો હોસ્પિટલના દર્દી બનવું પડશે.

Next Article