Viral Video : મોતના મુખમાંથી પાછો આવ્યો કાચબો, વીડિયો જોઈ હસી હસીને લોટપોટ થયા લોકો

|

Sep 25, 2022 | 8:41 PM

હાલમાં પ્રાણીઓને લગતો આવો જ એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયોમાં તમને કાચબો અને કૂતરો જોવા મળશે. તેમની વચ્ચે ઝગડો થઈ રહ્યો છે.

Viral Video : મોતના મુખમાંથી પાછો આવ્યો કાચબો, વીડિયો જોઈ હસી હસીને લોટપોટ થયા લોકો
Viral Video
Image Credit source: Twitter

Follow us on

Funny Video : સોશિયલ મીડિયા પર પ્રાણીઓ અને પક્ષીઓને લગતા અનેક વીડિયો વાયરલ થતા હોય છે. પ્રાણીઓના વીડિયો તેમની નાદાન હરકતને કારણે ઘણા વાયરલ થતા હોય છે. તેને જોઈને લોકો હસી હસીને લોટપોટ થઈ જતા હોય છે. પ્રાણીઓના વાયરલ વીડિયો ખુબ મજેદાર હોય છે. હાલમાં પ્રાણીઓને લગતો આવો જ એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયોમાં તમને કાચબો અને કૂતરો જોવા મળશે. તેમની વચ્ચે ઝગડો થઈ રહ્યો છે.

બોલિવૂડની મૂવી ‘કિક’ તો તમે જોઈ જ હશે. તેમાં અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકીનો એક ડાયલોગ છે, મેં મોત કો છૂ કર વાપસ આ શકતા હૂં. આજ ડાયલોગ તમને આ વાયરલ વીડિયો જોઈને યાદ આવશે. આ વીડિયોમાં એક ઘરમાં કાચબો અને કૂતરો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કાચબો તેની સામેના કૂતરાને હેરાન કરે છે. કૂતરો ગુસ્સે થઈને તેના મોંથી કાચબાની દોક પકડી લે છે. પણ તે કાચબો તે છોડાવી લે છે. તે વારંવાર આવુ જ કરે છે. પણ કૂતરો તે કાચબાનું કઈ બગાડી નથી શકતો.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી આઈપીએસ અધિકારી Arif Shaikh દ્વારા શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, કાચબા ભાઈ પાક્કા નવાજુદ્દીન સિદ્દીકીના ફેન છે, એટલે જ મોતને અડકીને ઝડપથી પાછા આવી ગયા.

આ માત્ર 42 સેકેન્ડના વીડિયોને હજારો લોકોએ જોયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, આ કાચબો જાડી ચામડીનો છે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, ભાઈ આવી ભૂલ ફરી ન કરતો, જીવ જતો રહેશે.

Next Article