Viral Video : બંદૂકના દમ પર ચોરે કરી અનોખી ચોરી, ઈન્ટરનેટ રાઉટર અને મોબાઈલની કરી ચોરી

|

Sep 27, 2022 | 6:14 PM

હાલમાં એવી જ એક અનોખી ચોરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયોમાં બેન્કમાં એવી ચોરી થતી જોવા મળે છે, જે તમે પહેલા કદાચ ક્યારેય ન જોઈ હોય.

Viral Video : બંદૂકના દમ પર ચોરે કરી અનોખી ચોરી, ઈન્ટરનેટ રાઉટર અને મોબાઈલની કરી ચોરી
Viral Video
Image Credit source: Twitter

Follow us on

Shocking Video : ઘણીવાર લોકો બેરોજગારીથી કંટાળીને ચોરીના રંવાડે ચઢતા હોય છે. નાની નાની ચોરીથી શરુ કરી તેઓ મોટી ચોરીઓ પણ કરવા લાગે છે. જેનાથી તેમના ઘરનું ગુજરાન અને તેમની ઈચ્છાઓ પૂરી થાય છે. પણ ઘણીવાર તેઓ પૈસાની જગ્યાએ જે પણ વસ્તુ સામે દેખાય તેની ચોરી કરી લેતા હોય છે. હાલમાં એવી જ એક અનોખી ચોરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયોમાં બેન્કમાં એવી ચોરી થતી જોવા મળે છે, જે તમે પહેલા કદાચ ક્યારેય ન જોઈ હોય.

આ વાયરલ વીડિયોમાં તમે અનોખી ચોરી જોઈ શકો છો. લગભગ 3 જેટલા ચોર ઈન્ટરનેટ રાઉટર અને મોબાઈલની ચોરી કરતા જોવા મળે છે. વીડિયોની શરુઆતમાં તમે જોઈ શકો છો કે, બેન્કના સુવિધા કેન્દ્રમાં 2 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ત્યારે જ અચાનક 3 ચોર ત્યા ચોરી કરવા આવે છે. તે કર્મચારી સાથે મારામારી કરે છે અને બંદૂકના દમ પર ઈન્ટરનેટ રાઉટર અને મોબાઈલની ચોરી કરી હતી. કદાચ પહેલીવાર બેન્કમાં એવી ચોરી થઈ છે કે, જ્યાં પૈસાની જગ્યા એ રાઉટર અને મોબાઈલની ચોરી થઈ હોય.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો છે. આ ઘટના 25 સપ્ટેમ્બરની છે, જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેનું ફૂટેજ હાલ વાયરલ થઈ રહ્યુ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @CitizenKamran નામના હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયો પોસ્ટના કેપ્શનમાં તે ઘટનાની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે.

Next Article