યુવકને વિશાળકાય અજગર સાથે મસ્તી કરવી પડી ભારે ! ગુસ્સે થયેલા અજગરે કર્યો હુમલો, જુઓ Video

|

Dec 23, 2021 | 6:33 PM

આજકાલ સોશિયલ મીડિયા પર એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિને વિશાળકાય અજગર સાથે મસ્તી કરવી ભારે પડી જાય છે.

યુવકને વિશાળકાય અજગર સાથે મસ્તી કરવી પડી ભારે ! ગુસ્સે થયેલા અજગરે કર્યો હુમલો, જુઓ Video
Python video goes viral

Follow us on

Viral Video : સાપ અને અજગરનું (Python) નામ સાંભળતા જ અમુક લોકોની હવા ટાઈટ થઈ જાય છે. કેટલાક લોકો આવા જીવને જોઈને પોતાનો રસ્તો પણ બદલી નાખે છે. પરંતુ કેટલાક એવા વ્યક્તિઓ પણ હોય છે, જે વિશાળ અજગર અને સાપ (Snake) સાથે મસ્તી કરીને પોતાનો જીવ જોખમમાં મુકતા હોય છે. તાજેતરમાં આવો જ એક શોકિંગ વીડિયો (Shocking Video) સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ વિશાળકાય અજગર સાથે મસ્તી કરતો જોવા મળે છે.

ગુસ્સે થયેલા અજગરે કંઈક આવુ કર્યુ

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક યુવક વિશાળ અજગરને ખભા પર રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. તમે જોઈ શકો છો કે અજગર કેટલો ભારે અને ખતરનાક લાગી રહ્યો છે. આ કરતબ કરીને તે ખુશ જોવા મળે છે. પરંતુ બીજી જ ક્ષણે તેની સાથે શું થવાનું છે તેની તેણે કલ્પના પણ નહિ કરી હોય. આ અજગર ગુસ્સે થઈ જાય છે અને આ યુવકને ઘેરી લે છે. આ જોઈને નજીકમાં ઉભેલા લોકો યુવકને અજગરના ચુંગાલમાંથી છોડાવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. આ શોકિંગ વીડિયો હાલ ઈન્ટરનેટ (Internet) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

આ શોકિંગ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર nature 27_12 નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે, અજગર અને સાપ ક્યારેય માણસોના મિત્ર બની શકે નહિ, તેથી આ પ્રકારનુ પાગલપન કરવુ નહિ. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આ રીતે લોકોએ પોતાનો જીવ જોખમમાં ન મુકવો જોઈએ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ આ યુવકને સલાહ આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Funny Video : દાદા DJની ધૂનમાં ભુલ્યા ભાન ! પછી ગુસ્સે થયેલા દાદીએ જે કર્યુ તે જોઈને તમને પણ હસવુ આવશે

આ પણ વાંચો : ચમત્કારિક બચાવ : રસ્તા વચ્ચે મહિલા ઉપરથી ફરી વળ્યો ટ્રક ! છતા પણ ન આવી એક ખરોચ, જુઓ શોકિંગ VIDEO

Next Article