Viral Video: બોયફ્રેન્ડ છે, છતાં મહિલાએ રઝાઈ સાથે કરી લીધા લગ્ન, બોલી- નહીં છોડુ સાથ

|

Jan 13, 2023 | 8:48 PM

Viral Video: ઈંગલેન્ડની પાસ્કેલ સેલિક નામની મહિલાએ વર્ષ 2019માં વેલેન્ટાઈન્સ ડેના અવસરે એક રઝાઈ સાથે લગ્ન કરી લીધા હતા. જ્યારે નવાઈની વાત એ છે કે તેને એક બોયફ્રેન્ડ પણ છે. જેની સાથે તેમણે લગ્ન કર્યા તે એક સિંગલ બેડની રઝાઈ છે.

Viral Video: બોયફ્રેન્ડ છે, છતાં મહિલાએ રઝાઈ સાથે કરી લીધા લગ્ન, બોલી- નહીં છોડુ સાથ
મહિલાના વિચિત્ર લગ્ન

Follow us on

કહેવાય છે કે પ્રેમ જાતિ-ધર્મ કે રૂપ રંગ જોઈને નથી થતો. એ તો બસ થઈ જાય છે અને જેને થાય છે તેનો અહેસાસ માત્ર તે જ જાણી શકે છે. તમે જોયુ હશે કે અનેક કપલ એવા પણ હોય છે જે રંગરૂપની રીતે ઘણા અલગ હોય છે. પરંતુ બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હોય છે. આવા સાચો પ્રેમ મળવો થોડો મુશ્કેલ છે પરંતુ જેમને મળી જાય છે, તેઓ એકબીજાના જીવનસાથી જ બની જાય છ. પરંતુ આજકલ એક ઘણો જ અજીબોગરીબ કિસ્સો ચર્ચાનો વિષય બનેલો છે.

જેમાં મહિલાએ કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરતા એક રઝાઈ સાથે લગ્ન કરી લીધા છે, તેની પાછળનું કારણ પણ ઘણુ નવાઈ પમાડે તેવુ છે. જે જાણીને આપને ખરેખર આશ્ચર્ય થશે. ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર ઈંગેન્ડની રહેનારી પાસ્કેલ સેલિક નામની આ મહિલાએ વર્ષ 2019માં વેલેન્ટાઈન્સ ડેના અવસરે એક રઝાઈ સાથે લગ્ન કર્યા હતા.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

નવાઈની વાત એ છે કે તેનો એક બોયફ્રેન્ડ પણ છે. યુવતિ જેની સાથે લગ્ન કર્યા તે એક સિંગલ બેડની રઝાઈ છે. યુવતિ આ રઝાઈને તેની એકલતાની સાથીદાર માને છે. એવામાં તેમણે તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન ન કરી એ રઝાઈ સાથે લગ્ન કરી લીધા. આ અજીબોગરીબ લગ્ન એક વીડિયોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જુઓ અજીબોગરીબ લગ્નનો વીડિયો

 

બોયફ્રેન્ડ પણ આવ્યો હતો લગ્નમાં

રિપોર્ટ્સ અનુસાર મહિલાએ આ લગ્નમાં ન ફક્ત તેમના પરિવારવાળા અને સંબંધીઓને આમંત્રણ આપ્યુ હતુ. પરંતુ તેમના બોયફ્રેન્ડને પણ બોલાવ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં મહિલાએ જણાવ્યુ કે એવુ નથી કે તેની પાસે માત્ર આ એક જ રઝાઈ છે જેમની સાથે તેમણે લગ્ન કર્યા છે. તેની પાસે બીજી પણ ઘણી રઝાઈ છે. પરંતુ તેને આ સિંગલ બેડ રઝાઈ સાથે ખાસ લગાવ છે. આ રઝાઈ સાથે લગ્ન કરવા પાછળનો તેનો આશય એ છે કે તે દુનિયાને જાગૃત કરવા માગે છે કે ખુશ રહેવા માટે જરૂરી નથી કે કોઈ વ્યક્તિના બંધનમાં જ બંધાઈને રહેવુ જોઈએ.

બાદમાં ખરીદી લેશે ડબલ બેડ રઝાઈ

મહિલાના જણાવ્યા મુજબ રઝાઈ સાથે લગ્ન કરવા અંગે તેના બોયફ્રેન્ડને કોઈ આપત્તિ નથી નોંધાવી. તેમણે કહ્યુ કે જ્યારે તે તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરશે ત્યારે એક ડબલ બેડ રઝાઈ ખરીદી લેશે. પરંતુ તેની એ સિંગલ બેડ રઝાઈનો સાથ તે ક્યારેય નહીં છોડે.

Next Article