સ્કૂલની ડઝનબંધ છોકરીઓની રસ્તા વચ્ચે થઈ બબાલ, લાતો-મુક્કા અને વાળની ખેંચાખેંચીનો વાયરલ થયો વીડિયો

|

Jun 19, 2022 | 9:31 PM

દેશના રસ્તા પર જો કોઈ બે વ્યકિતઓ વચ્ચે લડાઈ થતી હોય તો એ જોવા માટે પણ લોકોના ટોળા ભેગા થઈ જતા હોય છે. આવા લડાઈ ઝગડાના વીડિયો જો સોશિયલ મીડિયા પર અપલોડ થાય તો તેને વાયરલ (Viral video) થતા વાર નથી લાગતી.

સ્કૂલની ડઝનબંધ છોકરીઓની રસ્તા વચ્ચે થઈ બબાલ, લાતો-મુક્કા અને વાળની ખેંચાખેંચીનો વાયરલ થયો વીડિયો
Viral video
Image Credit source: twwiter

Follow us on

દેશમાં અનેક એવા ભારતીયો છે, જેને એકશન ખૂબ પંસદ હોય છે. એટલે જ બોલિવૂડની દરેક ફિલ્મોમાં તમને એકશન જોવા મળે છે. એ વાતની નોંધ લેવા જેવી છે કે ભારતમાં બોલિવૂડના શરુઆતના સમયથી હમણા સુધી એવી ફિલ્મો સુપરહિટ રહી છે, જે ફિલ્મોમાં જોરદાર એકશન હોય છે. ટૂંકમાં ભારતીયોને એકશન અને લડાઈ જોવામાં વધારે રસ હોય છે. દેશના રસ્તા પર જો કોઈ બે વ્યકિતઓ વચ્ચે લડાઈ થતી હોય તો એ જોવા માટે પણ લોકોના ટોળા ભેગા થઈ જતા હોય છે. આવા લડાઈ ઝઘડાના વીડિયો જો સોશિયલ મીડિયા પર અપલોડ થાય તો તેને વાયરલ (Viral video) થતા વાર નથી લાગતી. હાલમાં એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક ગલ્સ સ્કૂલની ડઝનબંધ છોકરીઓ રસ્તા પર મારામારી (School girls clashed) કરી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે.

બબાલનો આ વાયરલ વીડિયો બેંગલુરુની સેન્ટ બિશપ્સ કોટન ગર્લ્સ સ્કૂલનો છે. જેમાં સ્કૂલની છોકરીઓ રસ્તા વચ્ચે મારામારી કરતી દેખાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં સ્કૂલ યુનિફોર્મ પહેરેલી છોકરીઓ બેઝબોલ બેટ વડે હુમલો કરતી, લાત મારતી, મુક્કા મારતી અને એકબીજાના વાળ ખેંચતી જોવા મળે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ રહ્યો આ વાયરલ વીડિયો

 

ઘટનાના પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આ ઘટનામાં ઘણી છોકરીઓ ઘાયલ થઈ હતી. આ મામલે બેંગલુરુની સેન્ટ બિશપ્સ કોટન ગર્લ્સ સ્કૂલ દ્વારા કોઈપણ નિવેદન આપવામાં આવ્યુ નથી.

આ છે બબાલનું કારણ

બનાવ સંદર્ભે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. બેંગલુરુના અશોકનગર વિસ્તારની પોલીસે કહ્યું કે તેઓને આ ઘટનાની જાણ નથી. હમણા સુધી આ બબાલનું કારણ સામે નથી આવ્યુ પણ કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર, આ બબાલ પાછળનું કારણ બોયફ્રેન્ડ હતો. બોયફ્રેન્ડ મામલે છોકરીઓ વચ્ચે વિવાદ થયો હોવાથી વાત મારંમારી સુધી પહોંચી હતી. તમને જણાવી દઈએ કે આ વીડિયો બેંગલુરુની સેન્ટ બિશપ્સ કોટન ગર્લ્સ સ્કૂલનો છે અને 1 મહિના પહેલાનો છે.

Next Article