AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘પ્રાણ જાયે પર તંબાકુ ના જાયે’, વેન્ટિલેટર પર રહેલો વ્યક્તિ મસાલો ઘસતો નજરે પડ્યો

Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 23, 2021 | 11:28 PM
Share

જો તમને પુછવામાં આવે કે વેન્ટિલેટરના સપોર્ટ પર રહેલા માણસ માટે સૌથી કિંમતી વસ્તુ શું હશે? તો સીધી વાત છે કે તમારો જવાબ હશે વ્યક્તિનો જીવ, આવી હાલતમાં વ્યક્તિનો એક એક શ્વાસ કિંમતી હોય છે.

જો તમને પુછવામાં આવે કે વેન્ટિલેટરના સપોર્ટ પર રહેલા માણસ માટે સૌથી કિંમતી વસ્તુ શું હશે? તો સીધી વાત છે કે તમારો જવાબ હશે વ્યક્તિનો જીવ, આવી હાલતમાં વ્યક્તિનો એક એક શ્વાસ કિંમતી હોય છે. પરંતુ આવી નાજુક હાલતમાં તમે કોઈને ગુટખા ખાતા કે ઘસતાં જોયુ છે? જી હાં અહીંયા જીવન મરણનો સવાલ હોય અને એ વ્યક્તિને તંબાકુ ખાવાની ઈચ્છા થતી હોય. જો તમને અમારી વાત પર ભરોસો ન આવતો હોય તો આ વીડિયો જોઈને આવી જશે.

 

સોશિયલ મીડિયા પર રોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થતો હોય છે. કેટલાક વીડિયો એવા હોય છે કે જેને જોઈને લોકોને મજા આવી જાય છે અને તેને જોઈને લોકો પોતાનું હસવુ રોકી શકતા નથી. જ્યારે કેટલાક વીડિયો જોઈને આંખોમાંથી પાણી આવી જાય છે. એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે હસી હસીને લોટપોટ થઈ જશો. આ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે એક દર્દી વેન્ટિલેટર પર છે. તેની હાલત નાજુક છે. તેને ઓક્સિજન પાઈપ લગાવવામાં આવ્યો છે. એક નર્સ સતત તેમની સેવામાં લાગી છે સાથે એક મહિલા પણ દર્દી પાસે બેઠી છે. પરંતુ દર્દી એવી અજીબો ગરીબ હરકત કરે છે કે તેને જોઈને તમને પણ હસવુ આવી જશે.

 

આ દર્દી પોતાના હાથને એવી રીતે ઘસી રહ્યો છે કે જેવી રીતે કોઈ વ્યક્તિ તંબાકુ અથવા ચૂનો ઘસે છે. આ જોઈને આજુ બાજુમાં રહેલા બધા લોકો ચોંકી ઉઠે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર IPS ઓફિસર રુપિન શર્માએ (Rupin Sharma) પોસ્ટ કર્યો છે. વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યુ છે કે ‘બીજી જરૂરી આઈટમ દારૂ હજી પણ લિસ્ટમાં ટોપ પર છે’. “છોડીશું નહી તારો સાથ મરતાં દમ સુધી” વીડિયોના બેકગ્રાઉન્ડમાં ગીત પણ સંભળાય રહ્યુ છે.

https://twitter.com/rupin1992/status/1384929513172258820

 

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો ફક્ત તેને એક બીજા સાથે શેયર જ નથી કરી રહ્યા, પરંતુ તેના પર વિવિધ ટિપ્પણી પણ કરી રહ્યા છે, કોઈએ લખ્યુ કે ‘ પ્રાણ જાયે પર તંબાકુ ના જાયે’, સાથે જ એક યૂઝરે કહ્યુ કે ‘જીવ કરતા વધારે કિંમતી છે તંબાકુ’. કેટલાક લોકો તો એવુ પણ કહી રહ્યા હતા કે આ દર્દીને કોઇ માનસિક બિમારી હોવાથી તે એવુ કરી રહ્યો છે.

 

આ પણ વાંચો: ફરી એકવાર ગુજરાતની કમાન અમિત શાહે સંભાળી?

g clip-path="url(#clip0_868_265)">