Viral Video: આ બેક ફ્લિપ જોઈને ભલભલા સ્ટંટમેન થઈ જશે સ્તબ્ધ, ક્લિપ જોઈને લોકોએ કહ્યું- ભાઈએ કમાલ કરી નાખી!

|

Apr 08, 2022 | 11:05 AM

ઈન્ટરનેટ પર આ દિવસોમાં એક એથ્લેટનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે Barbellની મદદથી Back Flip મારતો જોવા મળે છે. આ જોઈને ભલભલા સ્ટંટમેન પણ દંગ રહી જશે.

Viral Video: આ બેક ફ્લિપ જોઈને ભલભલા સ્ટંટમેન થઈ જશે સ્તબ્ધ, ક્લિપ જોઈને લોકોએ કહ્યું- ભાઈએ કમાલ કરી નાખી!
Stunt Viral video

Follow us on

આજકાલ લોકોમાં સ્ટંટ (Stunt Viral video)નો ક્રેઝ ઘણો વધી ગયો છે. ખાસ કરીને યુવાનોમાં તેનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે તમે દુનિયામાં જ્યાં પણ જશો ત્યાં કોઈને કોઈ સ્ટંટ કરતા જોવા મળશે. ખાસ કરીને જીમમાં પરસેવો પાડતા લોકો, તેમના સ્ટંટ ક્યારેક એવા હોય છે કે સામાન્ય લોકોને તો આશ્ચર્ય થાય છે. હાલના દિવસોમાં પણ આવા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિએ આવો સ્ટંટ કર્યો હતો. આ જોઈને માની લો કે ભલભલા સ્ટંટમેન દંગ રહી જશે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ Barbell લઈને ઉભો છે અને ત્યાં હાજર લોકોની નજર તેના પર જ ટકેલી છે. આ પછી તે પોઝિશન લે છે અને પછી અચાનક Barbell વડે એવી બેક ફ્લિપ મારે છે. જેને જોઈને બધા દંગ રહી જાય છે. આ સ્ટંટ ખૂબ જ ખતરનાક છે પરંતુ તેને કરવા માટે માણસનું ફિટનેસ લેવલ અને ઉત્સાહ ખૂબ જ ઊંચો હોવો જોઈએ.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

અહીં વીડિયો જુઓ

આ વીડિયો ટ્વિટર યુઝર @DurrellTroy દ્વારા શેયર કરવામાં આવ્યો હતો. જેની સાથે તેણે લખ્યું હતું કે, ‘કોઈપણ વ્યક્તિ જે વિચારે છે કે CFLનો એથ્લેટ ફિટ નથી. તેણે આ વીડિયો જોવો જોઈએ.’ આ સાથે લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ ક્લિપ જોયા પછી બધા ચોંકી ગયા છે. આ સાથે જ લોકોએ વીડિયો જોયા બાદ વિવિધ કોમેન્ટ્સ કરી છે અને યુવકના સ્ટંટને ખતરનાક ગણાવ્યો છે. એક યુઝરે લખ્યું છે કે, આ સ્ટંટ ખરેખર ખતરનાક છે. જ્યારે બીજા યુઝરે પણ એવી જ રીતે લખ્યું છે કે, આમ કરવાથી સારા સ્ટંટમેનની હવા નીકળી જશે.

આ પણ વાંચો: Stunt Video : જોશમાં આવીને મિત્રોની સામે સ્ટંટ કરવા લાગી છોકરી, અચાનક થયુ એવું કે છોકરીના હાલ થઇ ગયા બેહાલ

આ પણ વાંચો: Stunt Video : બાઇક પર સ્ટંટ કરી રહ્યો હતો વ્યક્તિ અને અચાનક થયું આ, લોકો બોલ્યા ‘બીજી વાર કરતા પહેલા સો વાર વિચારશે’

Next Article