AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ નેપાળી યુવતીઓ, ‘લંડન ઠુમકદા’ સોન્ગ પર કર્યો ધમાકેદાર ડાન્સ

Nepali dance group Viral Video : બોલિવૂડ ફિલ્મો અને તેના સોન્ગનો ક્રેઝ માત્ર ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં જોવા મળે છે. હાલમાં નેપાળની યુવતીઓના ડાન્સ ગ્રુપનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ નેપાળી યુવતીઓ, 'લંડન ઠુમકદા' સોન્ગ પર કર્યો ધમાકેદાર ડાન્સ
Nepali dance group Viral Video Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2023 | 5:35 PM
Share

સાઉથના દિગ્ગજ ડાયરેક્ટર રાજામૌલીની ફિલ્મ RRRના ‘નાટુ નાટુ’ સોન્ગને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ સહિત અનેક એવોર્ડ મળી રહ્યાં છે. ઓસ્કાર જેવા મોટા એવોર્ડમાં તેને નોમિનેશન પણ મળ્યું છે. સુપરહિટ ફિલ્મ RRRના ‘નાટુ નાટુ’ સોન્ગએ ફેન્સને થિયેટરમાં જ નાચવા માટે મજબૂર કરી દીધા હતા. આ સોન્ગને લઈને ભારત સહિત આખી દુનિયામાં ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. આ સોન્ગને લગતો એક ડાન્સ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ફિલ્મ RRRના ‘નાટુ નાટુ’ સોન્ગની જેમ બોલિવૂડ ફિલ્મોના અનેક જૂના સોન્ગ આજે પણ લોકોના દિલમાં વસેલા છે. તમને બોલિવૂડ ફિલ્મ કવીનનું ‘લંડન ઠુમકદા’ સોન્ગ યાદ જ હશે. આ સોન્ગ સાંભળતા જ નાચવાનું મન થઈ જતું હોય છે. રિલીઝ થયાના લગભગ 9 વર્ષ બાદ આજે પણ આ સોન્ગને લઈને ભારે ક્રેઝ જોવા મળે છે.

ભારતના અનેક લગ્નોની મ્યુઝિકલ નાઈટમાં આ સોન્ગ સાંભળવા મળે છે. હાલમાં આ સોન્ગને લગતો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નેપાળની યુવતીઓનું એક ડાન્સ ગ્રુપ કંગના રન્નોતના લોકપ્રિય સોન્ગ ‘લંડન ઠુમકદા’ પર જોરદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો ડાન્સનો એ વાયરલ વીડિયો

આ પણ વાંચો : Viral Video : વારાણસીમાં ઉડયા Hot Air Balloon, આકાશમાં જોવા મળ્યાં નયનરમ્ય દ્રશ્યો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, જોરદાર ડાન્સ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ સોન્ગ સુપરહિટ છે અને રહેશે જ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ખુબ સરસ ડાન્સ, ધમાકેદાર ડાન્સ.

g clip-path="url(#clip0_868_265)">