VIDEO : વ્યક્તિની ડ્રાઈવિંગ સ્કિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત, વીડિયો જોઈને યુઝર્સ કહ્યુ “હેવી ડ્રાઈવર”

આ દિવસોમાં એક કાર ડ્રાઈવરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ છવાયો છે.જેમાં તે જેતી ડ્રાઈવિંગ કરી રહ્યો છે, તે જોઈને તમે પણ દંગ રહી જશો.

VIDEO : વ્યક્તિની ડ્રાઈવિંગ સ્કિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત, વીડિયો જોઈને યુઝર્સ કહ્યુ હેવી ડ્રાઈવર
Driving video goes viral
| Edited By: | Updated on: Jan 31, 2022 | 3:04 PM

Viral Video : તમે ઘણા ડ્રાઇવરો જોયા હશે, પરંતુ તમે એવા ડ્રાઇવરને જોયા હશે જે નાની-નાની જગ્યાઓ પર પણ ટક્કર મારીને તેજ સ્પીડમાં પોતાની કારને ભગાડે છે. જી હા..તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ દિવસોમાં આવો જ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ડ્રાઈવર (Driver) જે રીતે કાર ચલાવી રહ્યો છે તે જોઈને તમે પણ દંગ રહી જશો.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ ધમાલ મચાવી રહ્યો છે.

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોની શરૂઆતમાં તમે જોઈ શકો છો કે ડ્રાઈવર ખૂબ જ જોરદાર રીતે સ્ટિયરિંગ વ્હીલ ફેરવીને હાઈવે પર આવે છે. આ પછી, તેની અદભૂત ડ્રાઇવિંગ કુશળતાનો નજારો જોવા મળે છે. તે ખૂબ જ તેજ ગતિએ રસ્તા પર આગળ વધે છે. જાણે કોઈ વીડિયો ગેમ ચાલી રહી હોય તેમ વાહનોને ઓવરટેક કરી રહેલા આ ડ્રાઈવરની સ્કિલ જોઈને તમે પણ તેના ફેન બની જશો.

જુઓ વીડિયો

ડ્રાઇવિંગ વીડિયો થયો વાયરલ

અદભૂત ડ્રાઇવિંગ કૌશલ્ય ધરાવતો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર pubity નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે કેપ્શનમાં લખ્યુ કે, ‘આ વ્યક્તિની ડ્રાઇવિંગ કુશળતા ખરેખર અવિશ્વસનીય છે.’ આ વીડિયો સોશિયલ મીડિયાની દુનિયામાં ધમાલ મચાવી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર એક દિવસ પહેલા અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ, ‘અદ્ભૂત, અવિશ્વસનીય. આ જોઈને મને લાગ્યુ કે કોઈ ડ્રાઈવિંગ વીડિયો ગેમ ચાલી રહી છે. જ્યારે એક ડ્રાઈવરની પ્રશંસા કરતી વખતે અન્ય એક યુઝરે લખ્યુ કે, આ રીતે ગાડી ડ્રાઈવ કરવી ખતરનાક સાબિત થઈ શકે છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Burning Truck : સડક પર 4 કિમી સુધી દોડતી રહી સળગતી ટ્રક, છતા ડ્રાઈવરને ન થઈ જાણ, જુઓ VIDEO