1 મિનિટમાં 7 કરોડની 5 લગ્ઝરી કારની થઈ ચોરી, ચોંકાવનારા CCTV ફૂટેજ થયા વાયરલ

|

Dec 12, 2022 | 9:07 PM

હાલમાં આવી જ એક ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, ચોર 1 મિનિટમાં કરોડોની કાર લઈને ભાગી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

1 મિનિટમાં 7 કરોડની 5 લગ્ઝરી કારની થઈ ચોરી, ચોંકાવનારા CCTV ફૂટેજ થયા વાયરલ
Viral Video
Image Credit source: Twitter

Follow us on

આખી દુનિયામાં અને તમારી આસપાસ પણ તમે ચોરીની ઘટનાઓ વિશે તમે સાંભળ્યુ જ હશે. જે લોકો પોતાના ટેલેન્ટ કે સમજશક્તિથી પૈસા કમાવામાં નિષ્ફળ જતા હોય છે, તેવા લોકો ચોરીના રવાડે ચઢતા હોય છે. કેટલીકવાર આ ચોરના હાથમાં મોટી વસ્તુઓ આવે છે જેને કારણે તેને બીજીવાર ચોરી કરવાની જરુર પણ નથી પડતી. હાલમાં આવી જ એક ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે ચોર 1 મિનિટમાં કરોડોની કાર લઈને ભાગી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયો બ્રિટનનો છે. આ વીડિયોમાં રાતના સમયના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક ચોર 1 મિનિટમાં 5 લગ્ઝરી કાર ચોરી કરીને લઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ તમામ કારની કિંમત 7 કરોડથી વધુ છે. આ ચોર રાતના અંધારામાં એક ઈન્ડસ્ટ્રિયલ યૂનિટનો ગેટ તોડીને અંદર ગુસ્સે છે અને કાર સુધી પહોંચે છે. ત્યારબાદ તેઓ ચાલાકીથી આ સુંદર અને મોંઘી ગાડીઓ ચોરી કરીને ભાગી જાય છે. તેમણે પોર્શ અને મર્સિડીઝ જેવી કારની ચોરી માત્ર 1 મિનિટમાં કરી લીધી હતી પણ આ ચાલાક ચોરને એ વાતનો ખ્યાલ ન હતો કે તેમની આ હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ રહી છે. આ સીસીટીવી ફૂટેજ તમામ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ રહ્યો એ ચોંકાવનારો વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ગજબના ચોર છે આ તો. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, 1 મિનિટમાં જીવનભરની કમાઈની લૂંટ થઈ.

Next Article