Viral Video: નારિયેળના ઝાડ પર બે દિપડાઓએ કરી ખતરનાક ફાઈટ, અંતે જે થયું તે જોઈને રહી જશો દંગ

|

Sep 19, 2022 | 2:56 PM

હાલમાં જે વીડિયો (Leopard Viral Video) સામે આવ્યો છે તેમાં દીપડો વાંદરાની જેમ નાળિયેરના ઝાડ પર ચડતો જોવા મળી રહ્યો છે. વાયરલ ક્લિપ (Viral Video)માં બીજી જ ક્ષણે જે થાય છે તે જોઈને દરેક લોકો દંગ રહી ગયા હતા.

Viral Video: નારિયેળના ઝાડ પર બે દિપડાઓએ કરી ખતરનાક ફાઈટ, અંતે જે થયું તે જોઈને રહી જશો દંગ
Leopard Viral Video
Image Credit source: Twitter

Follow us on

દીપડાની ગણતરી જંગલના ભયાનક પ્રાણીઓમાં પણ થાય છે. દેખાવમાં તે વાઘ અને સિંહ કરતાં ઘણો નાનો હોય છે, પરંતુ દિપડો આ બંનેની સરખામણીમાં ખૂબ જ સ્માર્ટ અને ચપળ છે. આ નિર્દય શિકારીની બીજી વિશેષતા એ છે કે તે તેના શિકારને મારીને તેને ઝાડ પર લઈ જાય છે અને તેનો આનંદ લે છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે તે કેટલો શક્તિશાળી છે. હાલમાં જે વીડિયો (Leopard Viral Video) સામે આવ્યો છે તેમાં દીપડો વાંદરાની જેમ નાળિયેરના ઝાડ પર ચડતો જોવા મળી રહ્યો છે. વાયરલ ક્લિપ (Viral Video)માં બીજી જ ક્ષણે જે થાય છે તે જોઈને દરેક લોકો દંગ રહી ગયા હતા.

વાયરલ થઈ રહેલો આ વીડિયો મહારાષ્ટ્રના નાસિકના સિન્નર ગામનો છે. વીડિયોમાં દીપડો મકાઈના ખેતરની બાજુમાં નાળિયેરના ઝાડ પર ચડતો જોઈ શકાય છે. પહેલા તો તમને લાગશે કે તે કોઈ પ્રાણીનો શિકાર કરવા ઝાડ પર ચઢ્યો છે, પરંતુ બીજી જ ક્ષણે બીજો દીપડો તેને પકડવા માટે વીજળીની ગતિએ ચઢી ગયો. આ નજારો ખરેખર આશ્ચર્યજનક છે, કારણ કે તમે આવું ભાગ્યે જ જોયું હશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બીજા દીપડાને જોતા જ ઝાડ પર ચડી ગયેલો દીપડો પોતાનો જીવ બચાવવા આંખના પલકારામાં ઝાડના ઉપરના ભાગમાં પહોંચી જાય છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

દીપડાનો આ વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ ટ્વિટર પર શેર કર્યો છે. તેણે લખ્યું છે કે, ‘જો તમે વિચારી રહ્યા હોવ કે દીપડો નારિયેળના ઝાડ પર કેમ ચઢ્યો, તો અંત સુધી જુઓ.’ 1 મિનિટ 17 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1.1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 3 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોયા પછી ઘણા લોકોએ કમેન્ટ્સ કરી છે.

એકે લખ્યું છે કે, ‘આ વીડિયો મહારાષ્ટ્રના નાસિકનો છે.’ તો બીજાએ પૂછ્યું છે કે, ‘શું દીપડાને નારિયેળ તોડવાની તાલીમ આપી શકાય છે?’ અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘પહેલાં લાગ્યું કોઈનો જીવ લેવા માટે ઝાડ પર ચડ્યો. બાદમાં જાણવા મળ્યું હતું કે તે પોતાનો જીવ બચાવવા માટે ઝાડ પર ચડી ગયો હતો. એકંદરે, દીપડાના વીડિયોએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

Next Article