વાયરલ વીડિયો : માથા પર કળશ રાખી યુવતીએ ચાલતી સાયકલ પર કર્યા ગરબા, લોકોએ કહ્યુ- વાહ, ગજબ ટેલેન્ટ છે

|

Oct 01, 2022 | 7:01 PM

Garba on Cycle Viral Video : હાલ નવરાત્રીનો તહેવાર ધૂમધામથી ઉજવાય રહ્યો છે. તે બધા વચ્ચે અનોખા ગરબા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હાલમાં એક યુવતીનો સાયકલ પર ગરબા કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વાયરલ વીડિયો : માથા પર કળશ રાખી યુવતીએ ચાલતી સાયકલ પર કર્યા ગરબા, લોકોએ કહ્યુ- વાહ, ગજબ ટેલેન્ટ છે
Garba on Cycle Viral Video
Image Credit source: Twitter

Follow us on

Garba on Cycle Video : ભારત તહેવારોનો દેશ છે, અહીં દરેક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. કોરોના મહામારીના 2 વર્ષ બાદ હાલ ભારતમાં પણ અનેક તહેવારો ધૂમધામથી ઉજવાય રહ્યા છે. હાલમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. ગુજરાત, ભારત અને વિદેશમાં પણ લોકો માતાની ભક્તિમાં લીન થઈને ગરબાના તાલે ઝુમી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તમે તેના અનેક વીડિયો જોયા હશે. હાલમાં ગરબાને લગતો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી અનોખા ગરબા કરી રહી છે, જે તમે ભાગ્યે જ જોયા હશે.

થોડા દિવસ પહેલા તમે સ્વિમિંગ પુલમાં ગરબા રમતા કેટલાક લોકોનો વીડિયો જોયો જ હશે. તેમનો વિચાર નવો હતો, પણ લોકોએ તેમને ભારે ટ્રોલ કર્યા હતા. હાલમાં એક યુવતીના અનોખા ગરબા વાયરલ થઈ રહ્યા છે. તમે આવા ગરબા ભાગ્યે જ પહેલા જોયા હશે. આ વીડિયોમાં એક રસ્તા પર ગરબાના પારંપરિક વેશમાં એક યુવતીને તમે જોઈ શકો છો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તેણે તેના માથા પર નવરાત્રીમાં ઉપયોગમાં લેવાતા કળશ મુક્યુ છે. તે ચાલુ સાયકલ પર તે કળશને બેલેન્સ કરી રહી છે. નવાઈની વાત તો એ છે કે તે યુવતી સાથે સાથે ગરબા પણ રહી છે. તેણે ગબજનું બેલેન્સ કરીને આ સુંદર વીડિયો બનાવ્યો છે. ચોક્કસ તેણે આના માટે સખત મહેનત કરી હશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ મજેદાર વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Santosh Sagar નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા આ અનોખા ગરબા જોઈ ખુશ થઈ રહ્યા છે અને આ વીડિયોને ખુબ પસંદ પણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, આ ફક્ત ભારતમાં જ થઈ શકે છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, આ છોકરી ગુજરાતી હશે, કારણે ગરબા પ્રત્યે આટલો પ્રેમ ફક્ત ગુજરાતીને જ હોય શકે. અન્ય એક યુઝરે લખ્યુ છે, વાહ, ગજબનું ટેલેન્ટ છે આ છોકરી પાસે.

Next Article