વાયરલ વીડિયો: સ્કૂલ બસમાં ઘુસ્યો વિશાળકાય અજગર, બહાર કાઢવામાં છૂટી ગયો પરસેવો

|

Oct 16, 2022 | 8:45 PM

હાલમાં સોશિયલ મીડિયા પર અજગરનો એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સામાન્ય રીતે જંગલમાં દેખાતુ આ ખતરનાક પ્રાણી શહેરમાં નાના બાળકોની સ્કૂલ બસમાં ઘૂસી ગયો છે.

વાયરલ વીડિયો: સ્કૂલ બસમાં ઘુસ્યો વિશાળકાય અજગર, બહાર કાઢવામાં છૂટી ગયો પરસેવો
Viral Video
Image Credit source: Twitter

Follow us on

Shocking Video: સિંહ, વાઘ અને ચિતા જેવા પ્રાણીઓ જંગલના સૌથી ખતરનાક પ્રાણીમાંથી એક છે. અજગર પણ જંગલના ખતરનાક પ્રાણીમાંથી એક છે. દુનિયામાં લોકોએ આવા અજગર ફિલ્મોમાં વધારે જોયા હોય છે. અજગર થોડા જ સમયમાં પોતાના શિકારના આખા શરીરને ગળી જવાની ક્ષમતા ધરાવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર અજગરનો એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સામાન્ય રીતે જંગલમાં દેખાતુ આ ખતરનાક પ્રાણી શહેરમાં નાના બાળકોની સ્કૂલ બસમાં ઘૂસી ગયો છે.

આ વાયરલ વીડિયોમાં એક સ્કૂલ બસની અંદરનો નજારો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વિશાળકાય અજગર એક સ્કૂલ બસમાં ઘૂસ્યો છે. તેને ત્યાંથી નીકાળવા માટે કેટલાક લોકો પ્રયત્ન પણ કરી રહ્યા છે પણ તે અજગર બસમાંથી નીકળતો નથી. આ વિશાળકાય અજગર બસમાં અંદર ઘૂસીને છુપાઈને બેઠો હતો. તે અંગેની જાણ થતા લોકોએ આ બસમાંથી અજગરને નીકાળવાનો પ્રયત્ન કર્યો પણ તેને નીકાળતા નીકાળતા તેમના પરસેવા છૂટી ગયા.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @USIndia_ નામની આઈડી પરથી શેયર કરવમાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, સ્કૂલ બસમાંથી નીકાળવામાં આવ્યો વિશાળકાય અજગર. આ વીડિયોને હજારો વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ ઘટના ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં બની છે. આ સ્કૂલ બસ એક ખાનગી સ્કૂલની છે.

Next Article