Gaganyaan Mission : અવકાશી ઘટનાઓ અને સ્પેસ મિશનમાં રસ ધરાવતા દરેક લોકો માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ચંદ્રયાન 3ના લોન્ચિંગની ભવ્ય સફળતા બાદ ઈસરો વધુ એક ઈતિહાસ રચવા માટે તૈયારીઓ કરી રહ્યું છે. અવકાશમાં પોતાના પહેલા માનવ મિશન ગગનયાનને લોન્ચ કરવાની દિશામાં ઈસરોને હાલમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. ગગનયાન મિશનના સર્વિસ મોડયૂલ પ્રોપલ્શન સિસ્ટમનું (SMPS) ગુરુવારે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે.
SMPS ગગનયાન ઓર્બિટલ મોડયૂલની આવશ્યકતાઓને પૂરુ કરે છે. ઈસરોના તમિલનાડુના મહેન્દ્રગિરી સ્થિત પ્રોપલ્શન કોમ્પલેક્સમાં આ હોટ ટેસ્ટના અંતિમ કોન્ફિગ્રેશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ગગનયાન મિશનને આવતા વર્ષે લોન્ચ કરવામાં આવશે. જેની તૈયારીઓ ઈસરો જોરશોરથી કરી રહ્યું છે.
ISRO successfully tested the Gaganyaan Service Module Propulsion System (SMPS) – which caters to the requirements of the Orbital Module – at IPRC, Mahendragiri.
The hot test was conducted in SMPS’s final configuration. https://t.co/yO0O1I77p2 pic.twitter.com/0Wn4KzGfTU
— ISRO (@isro) July 20, 2023
જણાવી દઈએ કે ગગનયાન મિશન માટે ઈસરોને કેન્દ્ર સરકાર દ્વારા 10 હજાર કરોડની રકમ આપવામાં આવી છે. ગગનયાન એ ભારતનું પહેલુ સ્પેસ માનવ મિશન હશે. ઈસરો ગગનયાનની મદદથી અવકાશ યાત્રીઓને પૃથ્વીથી લગભગ 400 કિલોમીટર ઉપર અવકાશમાં મોકલવા માગે છે. મળતી માહિતી અનુસાર, ભારતીય વાયુસેનામાંથી આ મિશન માટે અવકાશ યાત્રીઓ પસંદ કરવામાં આવશે.
આ પણ વાંચો : પૃથ્વીની ચોથી ભ્રમણ કક્ષામાં Chandrayaan 3એ સફળતાપૂર્વક કર્યો પ્રવેશ, જાણો ક્યારે પહોંચશે ચંદ્રની કક્ષામાં
ઘણા ઓછા દેશ અવકાશ યાત્રીઓને અવકાશમાં પહોંચાડી શક્યું છે. ગગનયાન ઈસરોના ત્રણ અવકાશ મિશનનું એક ગ્રુપ છે. જેમાંથી 2 મિશન માનવ રહિત અને ત્રીજુ મિશન માનવ મિશન હશે. મળતી માહિતી અનુસાર, આગામી ગગનયાન મિશનમાં ત્રણ અવકાશ યાત્રીઓ મોકવામાં આવશે, જેમાંથી 2 પુરુષ અને 1 સ્ત્રી હશે. ઈસરો પૃથ્વીની સૌથી નજીકની કક્ષામાં માનવ યાનને મોકલવા માગે છે. જો આ મિશન સફર થશે તો ભારત રુસ, અમેરિકા અને ચીન જેવા દેશોની કલબમાં સામેલ થશે, જેમણે અવકાશમાં માનવ મિશનમાં સફળતા મેળવી છે.
આ પણ વાંચો : Chandrayaan 3 Launched New Photos : ચંદ્રયાન-3માં ઓનબોર્ડ કેમેરાથી આવુ દેખાયુ લોન્ચિંગ, જુઓ Photos
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો