1 વર્ષ સુધી પિતાએ કરાવી Mathsની તૈયારી, છતા પુત્ર લાવ્યો એવા માર્કસ જેને જોઈ રડી પડ્યા પિતા!

|

Jul 02, 2022 | 5:12 PM

Viral Video : માતા-પિતા પોતાના સંતાનના ભવિષ્ય માટે ઘણી મહેનત કરતા હોય છે. પણ સંતાન કેટલીકવાર એવા કામ કરે છે કે માતા-પિતાને રડવાનો વખત આવે છે.

1 વર્ષ સુધી પિતાએ કરાવી Mathsની તૈયારી, છતા પુત્ર લાવ્યો એવા માર્કસ જેને જોઈ રડી પડ્યા પિતા!
Viral Video
Image Credit source: Instagram

Follow us on

China Tutor Father News: દરેક માતા-પિતા પોતાના સંતાનના ઉજ્જવળ ભવિષ્યની કામના કરતા હોય છે. માતા-પિતા પોતાના સંતાનના ભવિષ્ય માટે ઘણી મહેનત કરતા હોય છે. પણ સંતાન કેટલીકવાર એવા કામ કરે છે કે માતા-પિતાને રડવાનો વખત આવે છે. દરેક માતા-પિતા પોતાના સંતાનના પરીક્ષામાં સારા માર્કસ આવે તે માટે સારા ટયૂશન કલાસીસમાં મુકતા હોય છે. કેટલાક માતા-પિતા આર્થિક પરિસ્થિતી ખરાબ હોવાને કારણે જાતે જ પોતાના સંતાનને ટયૂશન આપતા હોય છે. પણ કેટલીકવાર સંતાન તેમના સપના પૂરા કરવામાં અસર્મથ થઈ જાય છે અને માતા-પિતાને રડવાનો વખત આવે છે. ચીનમાં (China) હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેનો વીડિયો (Viral video) સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે.

એક ચીની પિતા તેના પુત્રના શિક્ષક બન્યા અને તેને આખું વર્ષ સખત મહેનત કરીને ગણિત શીખવ્યુ. પિતાને આશા હતી કે તેમની મહેનત ફળશે અને પુત્ર સારા માર્ક્સ સાથે પાસ થશે. જો કે, તેનુ ઊલટું થયુ અને પુત્ર નિષ્ફળ ગયો. પુત્રને ગણિતમાં 100માંથી માત્ર 6 માર્કસ આવ્યા. પુત્રના માર્કસ જોઈને પિતા ધ્રૂસકે ધ્રુસકે રડવા લાગ્યા.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બાળકના માતા-પિતા, જે ચીનના હેનાન પ્રાંતના ઝેંગઝોઉના રહેવાસી છે, તેમના બાળકનું પરિણામ 23 જૂને આવ્યું. જ્યારે પિતાને ખબર પડી કે તેમના પુત્રને ગણિતમાં માત્ર છ માર્કસ આવ્યા છે ત્યારે પિતા રડી પડ્યા હતા. પરિણામ જોયા પછી પિતાએ કહ્યું, ‘મને હવે તેની બિલકુલ પરવાહ નથી. મારી મહેનત વ્યર્થ ગઈ. હવે તેને પોતાની રીતે સંઘર્ષ કરવા દો.’ પિતા બેડરૂમમાં રડતા અને આંસુ લૂછતા જોઈ શકાય છે અને તેની પત્ની પાછળથી હસતી હોય છે.

પિતા આ રીતે કરાવતા હતા પરીક્ષાની તૈયારી

આ પિતા છેલ્લા એક વર્ષથી દરરોજ અડધી રાત સુધી પોતાના બાળકને ભણાવતો હતો. પુત્રના આટલા ખરાબ નંબર આવ્યા બાદ પિતાની નિરાશા પણ વાજબી છે. નવાઈની વાત તો એ છે કે બાળકની માતાના કહેવા મુજબ છેલ્લી પરીક્ષામાં તેના બાળકને 40-50થી 80-90 માર્કસ મળ્યા હતા. આ વીડિયો પર લોકોએ મિશ્ર પ્રતિક્રિયા આપી હતી.

Next Article