Viral Video : શ્વાનની સમજદારીએ જીત્યું દિલ ! માલિકના ગયા બાદ કર્યુ એવું કે વખાણ કરવા લાગ્યા લોકો
એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક શ્વાન ઘરના રુમમાં છે જેવો તેનો માલિક રુમની બહાર જાય છે તે બાદ શ્વાન જે કામ કરે છે તે વીડિયો જોઈને લોકો ખુશ થઈ ગયા છે અને શ્વાનને ખુબ જ સ્માર્ટ કહી રહ્યા છે

દરરોજ ઇન્ટરનેટ પર ઘણા રમુજી વીડિયો વાયરલ થાય છે જેમાં કોઈ રિલ બનાવીને લોકોનું એન્ટરટેઈનમેન્ટ કરે છે તો કોઈ જાણકારી આપતો વીડિયો પોસ્ટ કરે છે. આવો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક શ્વાન ઘરના રુમમાં છે જેવો તેનો માલિક રુમની બહાર જાય છે તે બાદ શ્વાન જે કામ કરે છે તે વીડિયો જોઈને લોકો ખુશ થઈ ગયા છે અને શ્વાનને ખુબ જ સ્માર્ટ કહી રહ્યા છે
શ્વાનની સમજદારીનો વીડિયો વાયરલ
વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઘર માલિક શ્વાનને સૂતા મુકીને બહાર જાય છે ત્યારે તેનાથી લાઈટ ચાલુ રહી જાય છે અને ત્યારે શ્વાન જાગે છે અને પહેલા બેડ સીટ પાથરીને પંખો ચાલુ કરે છે અને સામે પડેલી ખુરશી પર ચઢી લાઈટની સ્વિચ બંધ કરી દે છે.
લોકો આપી રહ્યા આવી પ્રતિક્રિયા
આટલુ કર્યા બાદ તે પાછો બેડ પર ચઢે છે અને બેડના કોર્નર પર સૂઈ જાય છે. આ વીડિયો જોઈ લોકો ખુશ થઈ ગયા છે અને કહીં રહ્યા છે કૂતરો કેટલો સ્માર્ટ છે, તે સાથે જ કેટલો ક્યુટ પણ છે. શ્વાનની આવી સમજદારીના લોકો વખાણ કરતા થાકતા નથી. આ આખો વીડિયો સીસીટીવીમાં કેદ થયો છે જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હાલ આ વીડિયો @Open100M પર પોસ્ટ કરવામાં આવ્યો છે.