Viral Video : ‘શિકાર ખુદ યહા શિકાર બન ગયા’ ભારે ટ્રકને નદીમાંથી કાઢવા જતા, ક્રેન જ નદીમાં ખાબકી, જુઓ વીડિયો

|

Aug 05, 2022 | 2:54 PM

આ ઘટના ઓડિશાના તાલચેર શહેરની છે. જ્યાં પુલ પરથી નદીમાં પડી ગયેલી ટ્રકને કાઢવા માટે બે ક્રેઈન રોકાઈ હતી. પરંતુ પછી ક્રેનનો કેબલ તૂટી જાય છે અને ક્રેન પણ નદીમાં ખાબકે છે, જુઓ વીડિયો

Viral Video : શિકાર ખુદ યહા શિકાર બન ગયા ભારે ટ્રકને નદીમાંથી કાઢવા જતા, ક્રેન જ નદીમાં ખાબકી, જુઓ વીડિયો
crane accident

Follow us on

આ દિવસોમાં એક હૃદયદ્રાવક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા (Viral Video) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બ્રિજ પરથી નદીમાં પડી ગયેલી ટ્રકને ઉપાડવાના પ્રયાસમાં ક્રેન તૂટીને નદીમાં પડી હતી. આ ઘટના ઓડિશાના તાલચેર શહેરની છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, રવિવારે એક ટ્રક નિયંત્રણ બહાર નીકળી ગઈ અને પુલ પરથી નદીમાં પડી ગઈ. તેને બહાર કાઢવા માટે બે ક્રેન (Crane) કામે લાગી હતી. પરંતુ પછી ક્રેનનો કેબલ તૂટી જાય છે. આ પછી જે પણ થયું, તે જોઈને તમને પણ ગુસબમ્પ આવી જશે.

મળતી માહિતી મુજબ, તાલચેર નગરના પુલ પરથી ટ્રક નદીમાં પડી ગયા બાદ તેને બચાવવા માટે બે ક્રેન ઘટનાસ્થળે પહોંચી હતી. બંને ક્રેનની મદદથી ટ્રકને ઉપાડવાના પ્રયાસો ચાલી રહ્યા હતો ત્યારે એક ક્રેનનો પટ્ટો તૂટી ગયો હતો. જેના કારણે ટ્રકનો આખો લોડ બીજી ક્રેનમાં ગયો જેના કારણે નિયંત્રણ ગુમાવતા ક્રેન અચાનક નદીમાં ખાબકી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં ક્રેન ઝડપથી પુલ પરથી નીચે પડતી જોઈ શકાય છે. પાણીમાં પડ્યા બાદ ઓપરેટર ક્રેનની અંદર હતો. સદનસીબે તે સમયસર પાણીમાંથી બહાર આવી ગયો હતો અને નાની-મોટી ઈજાઓ સાથે બચી ગયો હતો.

ભયાનક ક્રેન અકસ્માતનો વીડિયો અહીં જુઓ

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

હવે આ અકસ્માત સંબંધિત વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ટૂંકી ક્લિપથી લોકોને આશ્ચર્ય થયું છે. કારણ કે, જે રીતે ક્રેન ઓપરેટર સાથે નદીમાં પડી તે જોઈને નેટીઝન્સ ચોંકી ગયા હતા. જો કે, નદીમાં પહેલાથી જ કેટલાક લોકો હાજર હતા, જેઓ ક્રેન પાણીમાં પડતાં જ ઓપરેટરનો જીવ બચાવવા દોડી આવ્યા હતા. પરંતુ તે પહેલા ઓપરેટર તરીને બહાર આવી જાય છે. જરા વિચારો, જો તેને તરવાનું આવડતું ન હોત તો કોઈ અપ્રિય ઘટના બની હોત. આ અકસ્માતનો વીડિયો જોયા બાદ લોકો અનેક સવાલો પણ કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે, ક્રેન્સનો ટ્રકને ઉપાડવા સક્ષમ ન હતી વગેરે…..

Next Article