Viral Video : કડકતી ઠંડીમાં શર્ટલેસ થઈને નાચ્યા કોંગ્રેસ કાર્યકર્તા, ભારત જોડો યાત્રાનો વીડિયો થયો વાયરલ

|

Jan 08, 2023 | 6:16 PM

Bharat Jodo Yatra Viral Video : રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા છેલ્લા 5 મહિનાથી ભારતના અલગ અલગ રાજયોમાંથી પસાર થઈ રહી છે. હાલમાં આ જ ભારત જોડો યાત્રામાં કઈક એવી ઘટના બની જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : કડકતી ઠંડીમાં શર્ટલેસ થઈને નાચ્યા કોંગ્રેસ કાર્યકર્તા, ભારત જોડો યાત્રાનો વીડિયો થયો વાયરલ
Congress supporters dance shirtless
Image Credit source: Twitter

Follow us on

વર્ષ 2024ના લોકસભા ચૂંટણીમાં પોતાની કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા માટે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. છેલ્લા 5 મહિનાથી ચાલી રહેલી આ ભારત જોડો યાત્રા કેરળથી દિલ્હી સુધી અનેક રાજ્યોમાંથી પસાર થઈ છે. આ ભારત જોડો યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, અન્ય પાર્ટીના નેતાઓ અને બોલિવૂડ હસ્તીઓ જોડાઈ રહી છે. હાલમાં આ ભારત જોડો યાત્રા હરિયાણા પહોંચી છે. હરિયાણાના કાર્યકર્તાઓએ આ ભારત જોડો યાત્રા દરમિયાન એવી હરકત કરી કે જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

શનિવારના દિવસે ભારત જોડો યાત્રા હરિયાણા પહોંચી હતી. આ ભારત જોડો યાત્રામાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, રમતવીરો અને અન્ય પાર્ટીના નેતાઓ પર જોડાયા હતા. જ્યારે યાત્રા પાનીપતથી કરનાલ પહોંચી ત્યારે કાર્યકર્તાઓએ ભારત જોડો યાત્રાના સમર્થનમાં કઈક એવું કર્યું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કાર્યકર્તાઓ બસ ઉપર ચઢીને શર્ટલેસ થઈને ભારત જોડો યાત્રાનાં જોડાયેલા લોકોનો જોશ વધારી રહ્યા છે. તેઓ બસ પર ચઢીને શર્ટલેસ થઈને નાચી રહ્યા છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

આ રહ્યો ભારત જોડો યાત્રાનો વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આટલી ઠંડીમાં પણ આવો જુસ્સો. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, કાર્યકર્તાઓમાં નવો જોશ ભરી રહી છે ભારત જોડો યાત્રા. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, રાહુલ ગાંધી પ્રત્યે લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે, આ ઘટના એ વાતની સાબિતી છે.

Next Article