વાયરલ વીડિયો : સાંઢ તેના શિંગડાથી લોકોને ફૂટબોલની જેમ ફેંકી દે છે, જુઓ આ અનોખી રમત

|

Oct 01, 2022 | 9:35 PM

હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયોને જોઈ તમે પહેલા આશ્ચર્યચકિત થશો અને પછી હસી હસીને લોટપોટ થઈ જશો.

વાયરલ વીડિયો : સાંઢ તેના શિંગડાથી લોકોને ફૂટબોલની જેમ ફેંકી દે છે, જુઓ આ અનોખી રમત
Viral Video
Image Credit source: Twitter

Follow us on

Shocking Video : આખી દુનિયામાં અલગ અલગ દેશોમાં વિચિત્ર પરંપરા અને રમતો છે. જેવા વિશે જાણીને લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે. પ્રાચીન કાળથી આજદિન સુધી ઘણી રમતોમાં પ્રાણીઓનો પણ સહારો લેવામાં આવે છે. પણ કેટલીકવાર આવી રમતો જોખમકારક સાબિત થાય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયોને જોઈ તમે પહેલા આશ્ચર્યચકિત થશો અને પછી હસી હસીને લોટપોટ થઈ જશો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. આવી રમત તમે ભાગ્યે જ પહેલા જોઈ હશે.

આ વીડિયોમાં એક રમતના મેદાનના દ્રશ્યો જોઈ શકાય છે. આ મેદાનમાં કેટલાક ખેલાડીઓ મોટા-મોટા બબલ્સ પહેરીને ઉભા છે. ત્યારે જ એક સાંઢ (બળદ)ને મેદાનમાં છોડવામાં આવે છે. પછી તો બળદે એવી તબાહી મચાવી કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તે બળદે તે બબલ્સ પહેરીને ઉભેલા ખેલાડીને ફૂટબોલની જેમ ફેંકી દીધા હતા. તેણે તે ખેલાડીઓને એવા જોરના જટકા આપ્યા કે તેઓ જીવનભર યાદ રાખશે. આ વીડિયોમાં દેખાતા લોકોની સ્થિતિ જોવાલાયક હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Shit_vidz નામના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ 11 સેકેન્ડના વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ગજબના લોકો, ગજબની રમત. બીજા એક યુઝરે લખ્યુ છે કે, આવી રમત ના રમો, એક દિવસ સીધા ઉપર પહોંચી જશો. આ વીડિયો જોઈ લોકો હસી હસીને લોટપોટ થઈ ગયા હતા.

Next Article