Viral Video : ડોલમાં ફસાયુ રિછનું માથુ, જુઓ કેવી રીતે કરાયુ રેસ્કયુ

|

Jul 18, 2021 | 5:10 PM

રીંછ કેટલાક અઠવાડિયાથી માથા પર ડોલ લઇને ફરી રહ્યો હતો. જેના કારણે તે ન ખાઇ શક્તો હતો કે ન તો પાણી પી શક્તો હતો. લોકોની નજર આ રીંછ પર પડતા જ તેમણે વન વિભાગને તેની જાણકારી આપી

Viral Video : ડોલમાં ફસાયુ રિછનું માથુ, જુઓ કેવી રીતે કરાયુ રેસ્કયુ
Bucket was trapped on the bear's head

Follow us on

સોશિયલ મીડિયા પર કેટલીક વાર એવા અજીબો-ગરીબ વીડિયો જોવા મળે છે જેને જોઇને કોઇ પણ ચોંકી ઉઠે. હાલમાં ઇન્ટરનેટની દુનિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક જંગલી રીંછના માથામાં ફસાયેલી ડોલને લોકો કાઢી રહ્યા છે. રેસ્ક્યૂ (Rescue of Bear) કર્યા બાદ આ વીડિયોને ફેસબુક પર શેયર કરવામાં આવ્યો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

મળતી માહિતી અનુસાર, રીંછ કેટલાક અઠવાડિયાથી માથા પર ડોલ લઇને ફરી રહ્યો હતો. જેના કારણે તે ન ખાઇ શક્તો હતો કે ન તો પાણી પી શક્તો હતો. લોકોની નજર આ રીંછ પર પડતા જ તેમણે વન વિભાગને તેની જાણકારી આપી. Colorado Parks and Wildlife એ આ રેસ્ક્યૂનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. આ ઓપરેશનને Drew McConaughy અને તેમના મિત્ર Dave Sherman એ મળીને પાર પાડ્યુ છે

આ બંને મિત્રોએ પહેલા આ રિંછને ટ્રેક કર્યો. એક બપોરે રેસ્ક્યૂ ટીમની નજર તેના પર પડી. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગી રહ્યો હતો અને તેના માથા પર ડોલ ફસાયેલી હતી. ત્યાર બાદ તેને પકડીને રેસ્ક્યૂની કામગીરી શરૂ કરવામાં આવી

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

રીંછના માથા પરથી ફસાયેલી ડોલ કાઢ્યા બાદ તે તરત જ જંગલ તરફ ભાગી ગયો. રીંછના રેસ્ક્યૂનો આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે કઇ રીતે રીંછના માથામાંથી ડોલ હટાવવામાં આવી

Next Article