Viral Video: લગ્નમાં બુલેટ ચલાવીને દુલ્હન પહોંચી માંડવે, વીડિયો જોઈને યુઝર્સે કહ્યું “એક વિવાહ ઐસા ભી”

|

Jan 21, 2022 | 12:22 PM

હાલમાં એક દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ અનોખી દુલ્હનનો સ્વૈગ જોઈને તમે પણ દંગ રહી જશો.

Viral Video: લગ્નમાં બુલેટ ચલાવીને દુલ્હન પહોંચી માંડવે, વીડિયો જોઈને યુઝર્સે કહ્યું એક વિવાહ ઐસા ભી
Bride video goes viral

Follow us on

Viral Video: લગ્નની સિઝન શરૂ થતાં જ સોશિયલ મીડિયા પર લગ્ન સંબધિત વીડિયો (Wedding) વાયરલ થતા જોવા મળી રહ્યા છે. જેમાં કેટલાક વીડિયોમાં દુલ્હનનો સ્વૈગ કે કેટલાક વીડિયોમાં દુલ્હા-દુલ્હનની એન્ટ્રી લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર આવો જ એક અનોખી દુલ્હનનો વીડિયો (Bride Video) ખુબ વાયરલ થઈ રહ્યો છે. તમે અત્યાર સુધી લગ્નમાં દુલ્હનને શરમાતા જોઈ હશે, પરંતુ આ દુલ્હન થોડી અલગ છે.આ દુલ્હન જે રીતે લગ્ન મંડમાં પહોંચે છે તે જોઈને તમને પણ આશ્ચર્ય થશે.

લગ્નમાં દુલ્હનનો અનોખો સ્વૈગ

વીડિયોમાં જોઈ શકાય છે કે એક દુલ્હન જે લાલ લહેંગા સાથે શણગાર સજેલી જોવા મળી રહી છે. સાથે જ તે સડક પર બુલેટ ચલાવતી જોવા મળે છે. દુલ્હનનો આ સ્વૈગ બધાને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર witty_wedding નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતા પેજના એડમિને કેપ્શનમાં લખ્યુ, જ્યારે તમારો પરિવાર તમારા લવ મેરેજ માટે સંમત થાય. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

ઈન્ટરનેટ પર વીડિયો થયો વાયરલ

આ વીડિયોમાં દુલ્હનનો સ્વૈગ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. જો કે, અન્ય કેટલાક લોકોએ તેની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે તેણે ઓછામાં ઓછું હેલ્મેટનો ઉપયોગ કરવો જોઈએ. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, આ રીતે લગ્નમાં બુલેટ લઈને સડક પર ન નીકળવુ જોઈએ. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, બુલેટ ચલાવાય, પણ હેલ્મેટ વિના આ સવારી જોખમી સાબિત થઈ શકે છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ (Social Media Users) પણ આ દુલ્હનને સલાહ આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો  : કિલી પોલનો વધુ એક વીડિયો વાયરલ, અલ્લુ અર્જુનના આ ડાયલોગ પર કર્યું એક્ટ

Next Article