સ્ટંટ કરવાના ચક્કરમાં ચાલતી ટ્રેનમાંથી પટકાયો યુવક, Shocking Video થયો વાયરલ

|

Jun 24, 2022 | 10:47 PM

સોશિયલ મીડિયા પર અનેક વાર ટ્રેનમાં સ્ટંટના વીડિયો વાયરલ (Viral video) થતા હોય છે. હાલમાં ભારતીય ટ્રેનનો એવો એક વીડિયો વાયરલ થયો છે જે જોઈને તમે ચોંકી જશો.

સ્ટંટ કરવાના ચક્કરમાં ચાલતી ટ્રેનમાંથી પટકાયો યુવક, Shocking Video થયો વાયરલ
Viral video
Image Credit source: twwiter

Follow us on

આપણે સોશિયલ મીડિયા (Social Media) પર અનેક સ્ટંટ જોયા હશે. આ સ્ટંટ કરનારા ગજબની હિંમત બતાવતા હોય છે. તેમના સ્ટંટ કેટલીકવાર એટલા ખતરનાક હોય છે, કેટલાકવાર સ્ટંટ સમયે સંતુલન ગુમાવતા તેમનું મોત પણ થાય છે. ભારતીય યુવાનોને આજકાલ સોશિયલ મીડિયાનો ઘણો ચસકો લાગ્યો છે. તે ફેમસ થવાના ચક્કરમાં કેટલીકવાર એવા કામ કરે છે કે પોતે જ મુસીબતમાં મુકાય જાય છે. સોશિયલ મીડિયા પર અનેક વાર ટ્રેનમાં સ્ટંટના વીડિયો વાયરલ (Viral video) થતા હોય છે. હાલમાં ભારતીય ટ્રેનનો એવો એક વીડિયો વાયરલ થયો છે જે જોઈને તમે ચોંકી જશો.

આજના સમયમાં દેશમાં ગમે ત્યાં મુસાફરી કરવા માટે ટ્રેન શ્રેષ્ઠ માર્ગ છે, જેનું ભાડું પણ સામાન્ય માણસના બજેટમાં હોય છે. લોકોને હંમેશા ટ્રેનની અંદર સીટ પર બેસીને મુસાફરી કરવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો આ બાબતોને અવગણીને ગેટ પર બેસી જાય છે અને ઘણા લોકો તો ગેટ પર ઉભા રહીને હીરોપંતી બતાવવાનું શરૂ કરી દે છે અને ઘણી વખત લોકો હીરોપંતી પ્રણય દરમિયાન અકસ્માતનો શિકાર પણ બને છે. આવા અકસ્માતનો એક હ્રદયદ્રાવક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમારા રૂંવાટા ઉભા થઈ જશે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વીડિયોમાં એક યુવક સ્ટંટ બતાવવાનો પ્રયાસ કરતી વખતે અચાનક જ ઝડપથી આવતી ટ્રેનમાંથી નીચે પડતો જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઘણા છોકરાઓ ટ્રેનના ફાટક પર લટકીને મુસાફરી કરી રહ્યા છે. તેમાંથી કેટલાક છોકરાઓ વધુ પડતી હીરોપંતી બતાવવાની તૈયારીમાં હતા. તે એક હાથે ટ્રેનનો એક ભાગ પકડીને ઉભો હતો. ત્યારે અચાનક એક જોરદાર ઝાટકા સાથે એક છોકરો નીચે પાટા વચ્ચે હાજર પથ્થરો પર પડ્યો. ટ્રેનમાંથી નીચે પડ્યા બાદ છોકરાની હાલત શું હશે તે અંગે હવે કોઈ માહિતી નથી, પરંતુ જે રીતે તે પડ્યો હતો તેનાથી તેનો જીવ પણ જઈ શકે છે.

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Alka_Mandall નામની આઈડી સાથે શેયર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘જીવન કિંમતી છે, તેને આ રીતે વેડફશો નહીં’.

Next Article